નવી દિલ્હી : ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર ડાયરેક્ટર લવ રંજન (Luv Ranjan) હવે નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તેમણે પોતાની પહેલી ફિલ્મ 'જય મમ્મી દી (Jai Mummy Di)'નું ટ્રેલર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં આ ફિલ્મની સ્ટોરી બોલિવૂડના જૂના ફોર્મૂલાથી ખૂબ અલગ જોવા મળી રહી છે. આ ફિલ્મ લવ રંજન અને ભૂષણ કુમારના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો એકવાર ફરી લવ રંજને પોતાના મનપસંદ એક્ટર સની સિંહ (Sunny Singh) અને સોનાલી સહગલ (Sonnalli Seygall)ને હીરો-હિરોઇન તરીકે લીધા છે. હાલમાં આ ફિલ્મનું ગીત મેરી મમ્મી નૂ (Mummy-Nu Pasand) યુ ટ્યૂબ પર ધમાલ મચાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : Street Dancer 3Dનું ટ્રેલર રિલીઝ, જોવા મળશે ભારત અને પાકિસ્તાન વચ્ચે ધમાલ સ્પર્ધા


દીવનો દીકરો Vishal Jethwa : 14 વર્ષે પિતાનું મૃત્યુ, સિરિયલોના સેટ પર બાળપણ અને Mardaani સામે ટક્કર


આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, સની સિંહની માતા બની છે તો પૂનમ ઢિલ્લોન સોનાલી સહગલના માતાના પાત્રમાં છે. બંનેના ટ્રેલરમાં 'મોગેંબો' અને 'ગબ્બર'ના નામથી મુલાકાત કરાવી છે. બંનેના બાળકોમાં પ્રેમ થઇ જાય છે અને કહાનીમાં આવે છે રસપ્રદ ટ્વિસ્ટ.


'જય મમ્મી દી' નવજોત ગુલાટી દ્વારા લેખિત અને નિર્દેશિત છે. ટી સીરીઝના ભૂષણ કુમાર (Bhushan kumar) અને કૃષ્ણ કુમાર અને લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત આ ફિલ્મ 17 જાન્યુઆરી 2020માં રિલીઝ માટે તૈયાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક