Mardaani 2 Villain Vishal Jethwa: દીવનો વિશાલ જેઠવા રાની મુખર્જીને આપી રહ્યો છે મર્દાની ટક્કર
Mardaani 2 villain Vishal Jethwa: એક્ટ્રેસ રાની મુખરજી (Rani mukherjee)ની ક્રાઇમ ડ્રામા મર્દાની 2 (Mardaani 2) બોક્સઓફિસ પર સારું પફોર્મ કરી રહી છે. આ ફિલ્મમાં વિશાલ જેઠવા (Vishal Jethwa) વિલનના રોલમાં છે અને તેની એક્ટિંગના બહુ વખાણ કરી રહ્યા છે.
Trending Photos
મુંબઈ : એક્ટ્રેસ રાની મુખરજી (Rani mukherjee)ની ક્રાઇમ ડ્રામા મર્દાની 2 (Mardaani 2) બોક્સઓફિસ પર સારું પફોર્મ કરી રહી છે. આ ફિલ્મમાં વિશાલ જેઠવા (Vishal Jethwa) વિલનના રોલમાં છે અને તેની એક્ટિંગના બહુ વખાણ કરી રહ્યા છે. પોતાની કરિયર વિશે વાત કરતા વિશાલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ''મારા માટે અહીં સુધી પહોંચવાની જર્ની બહુ ઇમોશનલ રહી છે. મેં આ રોલ માટે બહુ મહેનત કરી છે. મારા માટે ઇમોશનલી બહુ થકવી નાખનારો રોલ હતો. મારું કામ લોકોના મનમાં મારા પાત્ર સની માટે નફરત ઉભી કરવાનું હતું જે બિલકુલ સહેલું નહોતું. હું એવો રોલ કરી રહ્યો હતો જેવું બનવા કોઈ નથી ઇચ્છતું. આ રોલ માટે તૈયારી કરવા માટે હું મારી જાતને બાથરૂમમાં ચાર-ચાર કલાક માટે લોક કરી દેતો હતો અને સનીની જેમ વર્તન કરવાનો પ્રયાસ કરતો હતો.''
વિશાલે બાળકલાકાર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વિશાલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે વર્ષ 2013માં ‘ભારત કે વીરપુત્ર’ માટે તેણે તથા તેના ભાઈ રાહુલે સાથે ઓડિશન આપ્યું હતું. જોકે, તેની પસંદગી અકબરના પાત્ર માટે થઈ હતી. વિશાલે પોતાની પહેલી જ સિરિયલથી ચાહકોના દિલ જીતી લીધા હતાં. વિશાલે વર્ષ 2010થી એક્ટિંગ ક્લાસ જોઈન કર્યાં હતાં. ‘ભારત કે વીરપુત્ર’માં અકબરનું પાત્ર ભજવ્યા બાદ વિશાલે 'ક્રાઇમ પેટ્રોલ', ‘સંકટમોચન મહાબલી હનુમાન’, ‘દિયા ઔર બાતી હમ’, ‘પેશ્વા બાજીરાવ’, ‘ચક્રધારી અજય ક્રિષ્ના’ તથા ‘થપકી પ્યાર કી’ સહિતની વિવિધ સિરિયલ્સમાં કામ કર્યું હતું. વિશાલે ‘ડર@ ધ મોલ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 1994માં જન્મેલ 25 વર્ષીય વિશાલ જેઠવાનો પરિવાર મૂળ ગુજરાતના ઉનાના અંબાડા ગામનો છે. વિશાલનું મોસાળ દીવમાં છે અને તેના માસા-માસી કોડીનારમાં રહે છે.
ફિલ્મના પડદે ખુંખાર રેપિસ્ટના રોલમાં રાની મુખરજીની બરાબર ઝીંક ઝીલનાર વિશાલનું અંગત જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ છે. વિશાલ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેના પિતા નરેશ જેઠવાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેના માતા પ્રીતિ જેઠવાએ એકલા હાથે ભાઈ-બહેનનો ઉછેર કર્યો છે. આ કારણોસર આજે પણ વિશાલ તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટમાં નામની જગ્યાએ વિશાલ નરેશ પ્રીતિ જેઠવા લખે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વિશાલના પરિવારમાં તેનો ભાઈ રાહુલ તથા બહેન ડોલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે