નવી દિલ્હીઃ દેશ ભક્તિના જુસ્સાથી ભરેલી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'બાટલા હાઉસ' રિલીઝ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. જોન અબ્રાહમ સ્ટારર 'બાટલા હાઉસ' સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ માટે શનિવારે સાંજે દિલ્હીમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોને કહ્યું, 'માનનીય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને પોતાનું કામ દેખાડવું અમારા માટે એક સન્માન છે. હું તે જોવા ઈચ્છું છું કે તે અમારી ફિલ્મ પર કેવી પ્રતિક્રિયા આપે છે. હું તેમને આ તક આપવા માટે ધન્યવાદ આપું છું. તેમને મળવા અને વાતચીત કરવાની રાહ જોઈ રહ્યો છું.'


નિખિલ અડવાણી દ્વારા દિગ્દર્શિત બાટલા હાઉસ 2008મા થયેલા સીરિયલ બ્લાસ્ટને ધ્યાનમાં રાખી દિલ્હીમાં થયેલા કથિત પોલીસ અથડામણના ઓપરેશનથી પ્રેરિત છે. 



જોન આ ફિલ્મમાં તે સમયે ઓપરેશનની કમાન સંભાળનાર ડીસીપી સંજીવ કુમાર યાદવની ભૂમિકા નિભાવતો જોવા મળશે. 



જોને કહ્યું, 'હું તેવા લોકોને પ્રેમ કરુ છું જે સ્વાર્થી ઉદ્દેશ વગર રાષ્ટ્ર માન કામ કરે છે. તેવા લોકોની કહાની મને પ્રેરિત કરે છે અને આ કારણ છે કે હું વાસ્તવિક વિષયો પર ફિલ્મ કરવાનું પસંદ કરુ છું. સંજીવ કુમાર યાદવ આવા લોકોમાંથી એક છે.'


તેણે કહ્યું, 'તેમની ભૂમિકા ફિલ્મની સાથે ન્યાય કરતી પ્રતીત થાય છે. હું તેમને મળ્યો અને અથડામણના મુદ્દાથી અલગ પણ તેમની સાથે ઘણી વાત કરી હતી. તેમણે પોતાની વ્યક્તિગત વસ્તુ સાથે પણ મારી સાથે વાત કરી હતી.'


'બાટલા હાઉસ' ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને રવિ કિશન પણ છે અને તે 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે.