મુંબઇ : બોલીવુડની પ્રથમ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે આકસ્મિક નિધન થયા બાદ ભારે ગમગીની વચ્ચે મંગળવારે રાતે પાર્થિવ દેહને મુંબઇ લવાયો હતો. આજે બપોરે વિલે પાર્લે સ્થિત સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરાશે. અંતિમ દર્શને ચાહકો અને અન્ય સેલીબ્રિટી આવી રહ્યા છે, બોલીવુડના દિગ્ગજ અભિનેત્રીની આમ અચાનક વિદાય થતાં આખરી દર્શનની પળોમાં ભાવુક થયેલ સલમાન ખાન રડી પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તસ્વીરો : શ્રીદેવીના નિધનથી અનિલ કપૂરના ઘરે ફિલ્મસ્ટાર્સનો જમાવડો


સુંદરતા અને અભિનયની રાણી શ્રીદેવીનું ગત શનિવારે દુબઇની હોટલના રૂમમાં બાથટબમાં ડૂબી જતાં આકસ્મિક મોત નીપજ્યું હતું. પોલીસ તપાસ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓને લીધે છેવટે મંગળવારે ક્લિયરન્સ મળતાં રાતે સાડા નવ વાગ્યાના અરસામાં પાર્થિવ દેહને મુંબઇ લવાયો હતો. આજે બપોરે મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાશે. એમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લોખંડવાલામાં સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવ્યો છે. અહીં બપોરે સાડા બાર વાગ્યા સુધી અંતિમ દર્શન કરાશે અને ત્યાર બાદ અંતિમ વિદાય અપાશે. અંતિમ યાત્રા બાદ વિલે પાર્લે સ્થિત વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટ પર અંત્યેષ્ટિ કરાશે.


LIVE: શ્રીદેવીના અંતિમ દર્શન


શ્રીદેવાનો પાર્થિવ દેહ મંગળવારે રાતે મુંબઇ આવી પહોંચતાં બોલીવુડ જગતના સિતારાઓ કપૂર પરિવારને સાંત્વના આપવા માટે એમના ઘરે આવ્યા હતા. કહેવાઇ રહ્યું છે કે, શ્રીદેવીનો પાર્થિવ દેહના દર્શન કરીને બોલીવુડ અભિનેતા સલમાન ખાન અશ્રુઓ રોકી શક્યો ન હતો અને રડી પડ્યો હતો.