મુંબઈ : બોલિવૂડની ટોચની હિરોઇન શ્રીદેવીના ચાહકોની સંખ્યા લાખોમાં છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દુબઈ ખાતે શ્રીદેવીનું આકસ્મિક રીતે કમોત થઈ જતા તેના ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો. જોકે આ ચાહકો માટે સારા સમાચાર છે ડિસેમ્બર મહિનામાં તેમને શ્રીદેવી ફરીથી સિનેમાના પડદા પર જોવા મળશે. હકીકતમાં શાહરૂખની ફિલ્મ 'ઝીરો'માં શ્રીદેવી પણ જોવા મળશે. શાહરૂખે હજી એની ઝલક નથી દેખાડી પણ શ્રીદેવીના ચાહકો તેની ફેવરિટ હિરોઇનની છેલ્લી ફિલ્મ જોવા માટે તલપાપડ હશે જેના કારણે ફિલ્મને સારો એવો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : લગ્ન માટે પ્રિયંકા-નિક હોંશેહોંશે રવાના થયા જોધપુર, મેરેજનું બિલ ઉડાવી દેશે હોશકોશ


ફિલ્મમેકર આનંદ એલ. રાયની આગામી ફિલ્મ 'ઝીરો' પર બધાની બહુ આશા છે આ ફિલ્મમાં એક ખાસ ગીત છે જેમાં બોલિવૂડના સ્ટાર્સે હાજરી આપી છે. શ્રીદેવી, કરિશ્મા કપૂર, કાજોલ, રાની મુખરજી અને આલિયા ભટ્ટે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ગીતના શૂટિંગમાં હિસ્સો લીધો હતો. હવે આ ગીતનું સંપૂર્ણ શૂટિંગ થઈ ગયું છે પણ શાહરૂખે એને ટ્રેલરમાં નથી દેખાડ્યું. શાહરૂખ ઇચ્છે છે કે ચાહકો આ ગીતની મજા થિયેટરમાં જ માણે. 


[[{"fid":"191938","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફને ચમકાવતી 'ઝીરો' 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ વખતે શ્રીદેવી હવે આપણી વચ્ચે સદેહે હાજર નથી.  આ સંજોગોમાં શ્રીદેવીને પડદા પર જોવાનો અનુભવ તેના ચાહકોને ભાવુક કરી દેશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...