Mahabharat Movie: બાહુબલી અને RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવ્યા પછી એસએસ રાજામૌલી હવે એવું કંઈક કરવા જઈ રહ્યા છે જેને જોઈને દુનિયાભરના ફિલ્મના ચાહકો આશ્ચર્યચકિત થઈ જશે. રાઇટર અને ડાયરેક્ટર તરીકે રાજામૌલી એક એવી ફિલ્મ દુનિયાને આપવા ઈચ્છે છે જે ઇતિહાસ સર્જી શકે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાજામૌલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને મહાભારત પર ફિલ્મ બનાવી છે જેને તે 10 પાર્ટમાં રજૂ કરવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ફિલ્મના પ્રમોશન દરમિયાન લપસી પડી પ્રિયંકા, પછી જે થયું તે જોઈને પ્રિયંકા રહી ગઈ દંગ


રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથે લગ્નની વાત કરી કંફર્મ, લગ્નમાં મીડિયાને નહીં હોય ઈન્વીટેશન


15 વર્ષ પહેલા થઈ હતી Parineeti-Raghav ની પહેલી મુલાકાત, આ રીતે શરુ થઈ Love Story


આ પહેલી વખત નથી જ્યારે રાજામૌલી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પર કોઈ વાત કરી રહ્યા હોય. આર આર આર ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું કે તે પોતાની સ્ટાઈલમાં ઓરીજનલ મહાભારતને ટ્વીસ્ટ આપી અને સ્ક્રિપ્ટ લખશે અને ત્યારબાદ ફિલ્મની કાસ્ટિંગ કરશે. પરંતુ તેણે કહ્યું હતું કે તેના પર કામ કરવા માટે દેશમાં જેટલા પણ મહાભારતના વર્ઝન છે તેને વાંચવામાં સમય લાગશે. 


તેવામાં તાજેતરમાં એક ઇવેન્ટમાં પહોંચેલા રાજામૌલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે ફરીથી વાત કરી હતી. તેમનું કહેવું હતું કે એક વર્ષ તો મહાભારતના અલગ અલગ વર્ઝનને વાંચવામાં લાગશે. એવું માની શકાય છે કે આ ફિલ્મ દસ પાર્ટમાં બનશે. જે વાત ટીવી શો મહાભારતના 266 એપિસોડમાં રજૂ કરવામાં આવી હતી તેને ફિલ્મનું સ્વરૂપ આપવાનું સપનું એસએસ રાજામૌલીનું છે.


રાજામૌલીએ જણાવ્યું હતું કે મહાભારત પરની ફિલ્મ તેમના જીવનનો ધ્યેય છે. તે જે પણ ફિલ્મ બનાવે છે તેમાંથી મહાભારત માટે કંઈક શીખે છે. તેથી તેની દરેક ફિલ્મ તેમને મહાભારત સુધી લઈ જઈ રહી છે.