Ambani Wedding : અંબાણી પરિવારે જે રીતે પોતાના દીકરા અનંત અંબાણીના લગ્ન કર્યાં તે કોઈ નહિ ભૂલે. બોલિવુડ સ્ટાર્સ, ક્રિકેટર, રાજનેતા અને અનેક સામાન્ય લોકો પણ આ લગ્નનો ભાગ બની રહ્યા હતા. સોશિયલ મીડિયાને કારણે લોકોને પોતાના મોબાઈલ પર જ લગ્નના તમામ હાઈલાઈટ્સ મળી રહ્યાં. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ઢગલાબંધ વીડિયો બહાર આવ્યા છે. જેમાં આ અસાધારણ લગ્નની ઝાંખી જોવા મળી. લગ્નમાં 5000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો પાપારાઝઈએ આ ઈવેન્ટ કોઈ તસવીર લેવાની બાકી નહિ રાખી હોય. દરેકની તસવીરો બહાર આવી. પરંતુ લગ્નની અંદર શું થયું તેની માહિતી પણ સામે આવી છે. 


  • શાહરૂખ અને તેની પત્ની ગૌરી ખૈાન વચ્ચે ઝગડો થયો

  • રણવીરે આલિયાની સામે આંખો કાઢીને ઘુરક્યા કર્યા

  • લગ્નનો વરઘોડો આવતા ખુશી કપૂર ભાવુક થઈ ગઈ હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ રેડિટ ખ્રેડમાં એક યુઝરે લગ્નની અંદરનો તમામ સિક્રેક ખોલી દીધા છે. જેણે કથિત રીતે અંબાણીના લગ્નમાં સ્ટાફ તરીકે કામ કર્યું હતું. હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે તલાકની જાહેરાત કરી, જ્યારે કે અનન્યા પાંડેએ આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપની જાહેરાત કરી હતી. અનંતના લગ્નના વરઘોડામાં વાયરલ ડાન્સ વીડિયો ફેન્સને ચોંકાવી ગયો હતો. આ વચ્ચે કંઈક એવું પણ થયું. સ્ટાફે મેમંબરે દાવો કર્યો કે, હાર્દિક અને અનન્યા વરઘોડાના બાદ પણ સાથે સાથે હતા. સૂત્રએ ખુલાસો કર્યો કે, શાાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની કથિત ગર્લફ્રેન્ડ શાહી પરિવારમાંથી છે અને તે લગ્નમાં વીવીઆઈપી હતી. 


દિયર અનંતના ભાભીનો વટ ઝાંખો પડ્યો! શ્લોકા અંબાણીએ કેમ પહેર્યો પોતાના લગ્નનો લહેંગો
 
જ્હાન્વીએ સારાને નજરઅંદાજ કરી
રેડિટ યુઝરે દાવો કર્યો કે, જ્હાન્વી કપૂર અને બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે સાથે જ હતા. પરંતુ સારા અલી ખાન સાથે જ્હાન્વી વાત નહોતી કરતી. જ્હાન્વી કપૂર અને સારા અલી ખાન વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. કદાચ એ વચ્ચે તે તેને નજરઅંદાજ કરી રહી હતી. જ્યારે કે ઈબ્રાહીમ સાથે બાકીના લોકો પ્રેમથી વાતો કરી રહ્યા હતા. 


રસપ્રદ બાબત એ છે કે, સારાએ વર્ષો પહેલા શિખરના ભાઈ વીર પહરિયાને ડેટ કર્યું હતું. તો બીજી તરફ, લગ્નના પહેલા દિવસે શાહરૂખ ખાન અને ગૌરી ખાન વચ્ચે ચકમક ઝરી હતી. જ્યારે કે, રણબીર કપૂરે એક વાતચીત દરમિયાન પત્ની આલિયા ભટ્ટ સાથે સારી રીતે વ્યવહાર કર્યો ન હતો. યુઝરે કહ્યું કે તે આલિયા માત્ર તેના પતિના નજીક રહેવા માંગતી હતી. 


અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર


દીપિકા અને રણવીર વિશે ખુલાસો
સૂત્રએ આગળ દાવો કર્યો કે, જ્યારે ખુશી કપૂર વરઘોડામાં નાચતા સમયે ભાવુક થઈ ગઈ, તો બોયફ્રેન્ડ વેદાંગ રૈનાએ તેનું ધ્યાન રાખ્યું હતું. લગ્નમાં જયા બચ્ચન અને ક્રીતિ સેનન વચ્ચે પણ ચકમક ઝરી હતી. સુહાના ખાન મોટાભાગના સમયે તેના કથિત બોયફ્રેન્ડ અગત્સ્ય નંદાની સાથે જ હતી. અમિતાભ બચ્ચન પણ હેરાન રહી ગયા હતા. દીપિકા પાદુકોણે લગ્નમાં મોટાભાગનો સમય પોતાની માતા સાથે વિતાવ્યો હતો. તે પતિ રણવીર સિંહ સાથે ક્યાંય દેખાઈ ન હતી. તો પતિ રણવીર બીજે ક્યાંય વ્યસ્ત હતો.  


અંબાણીના લગ્નમા આખી મહેફિલ લૂંટી ગયો પૃથ્વી અંબાણી, નવી કાકીનું કર્યું જોરદાર સ્વાગત