Pushpa 2 Premiere: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થઈ છે અને સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. ફિલ્મના પ્રીમિયર દરમિયાન થિયેટરમાં અલ્લુ અર્જુન પહોંચ્યો હતો. અલ્લુ અર્જુનને મળવા માટે થિયેટરમાં નાસભાગ મચી ગઈ. ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને આ ઘટનામાં એક મહિલાનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશી


આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ માટે અલ્લુ અર્જુન પણ પહોંચ્યો હતો. અલ્લુ અર્જુન ને જોઈને ચાહકોમાં તેને મળવા માટે હડકંપ મચી ગયો. બધા જ લોકો અલ્લુ અર્જુન ને મળવા માટે દોડધામ કરવા લાગ્યા. ભીડ ને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા છે. 


આ પણ વાંચો: સલમાન નહીં.. આ સુપરસ્ટારનો બચ્ચન પરિવાર સાથે 36નો આંકડો, 30 વર્ષથી નિભાવે છે દુશ્મની


સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક જે પુષ્પા 2 નું પ્રીમિયર જોવા આવ્યો હતો તે દોડધામના કારણે બેભાન થઈ ગયો. તેના પરિજનો તેને તેડીને બહાર જતાં જોવા મળે છે. પોલીસ આ વ્યક્તિની મદદ પણ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકોના પરિજન તેને cpr આપી રહ્યા છે. સામે એવું પણ આવ્યું છે કે આ બાળકની કન્ડિશન પણ ક્રિટિકલ છે. 



પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકોને પોલીસે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી.