`સ્પાઇડર મેન` અને `એક્સ મેન` જેવા સુપરહિરોના જનક સ્ટેન લીની દુનિયાને અલવિદા
સ્ટેન લીનું આખું નામ સ્ટેન લી માર્ટિન લાઇબર હતું
નવી દિલ્હી : માર્વેલ કોમિક્સના 95 વર્ષના પૂર્વ પ્રમુખ તેમજ સ્પાઇડર મેન અને હલ્ક જેવા કોમિક બુક સુપરહિરોના જનક સ્ટેન લીનું સોમવારે અવસાન થઈ ગયું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક બીમારી સામે લડી રહ્યા હતા. જોકે આખરે સોમવારે તેમણે એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે.
સ્ટેન લીની માતાનું નામ સેલિયા અને પિતાનું નામ જેક હતું. તેમનો જન્મ એક યહુદી પરિવારમાં તો છે. તેઓ એક એક્ટરની સાથેસાથે એક લેખક, નિર્માતા, પ્રકાશક અને સંપાદક હતા. તેમણે સુપરહીરોઝ પર આધારિત અનેક ફિલ્મો બનાવી જે બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. તેમણે અનેક પુસ્તકો, નવલકથા તેમજ હાસ્ય પુસ્તક લખ્યા છે. રિપોર્ટ પ્રમાણે સ્ટેન લી તેમના ચાહકોને બહુ પ્રેમ કરતા હતા. તેઓ બહુ મહાન, સભ્ય અને સોમ્ય વ્યક્તિ હતા.
આ મહિલા પાસે છે દીપિકા અને રણવીરના લગ્નને હિટ કે ફ્લોપ બનાવવાની ચાવી ! જાણો કોણ છે આ
સ્ટેન લીએ 1961માં ધ ફેન્ટાસ્ટિક ફોર સાથએ માર્વલ કોમિક્સની શરૂઆત કરી હતી. આ પછી તેમણે 'સ્પાઇડર મેન', 'એક્સ મેન', 'હલ્ક', 'આયરન મેન', 'બ્લેક પેન્થર', 'થોર', 'ડોક્ટર સ્ટૈંજ' અને 'કેપ્ટન અમેરિકા' જેવા પાત્રો બનાવ્યા. સ્ટેન લીનું આખું પાત્ર સ્ટેન લી માર્ટિન લાઇબર હતું. તેમનો જન્મ 28 ડિસેમ્બર, 1922ના દિવસે ન્યૂ યોર્કમાં થયો હતો.