સુશાંતના આપઘાત મામલે સુબ્રમણ્ય સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, સીબીઆઈ તપાસની કરી માગ
Sushant Singh Rajput ના કેસમાં સીબીઆઈ તપાસની માગ થઈ રહી છે. હવે ભાજના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીબીઆઈ તપાસની માગ કરી છે.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. તેના ફેન્સ માનવા તૈયાર નથી કે તેણે આપઘાત કર્યો છે. આ મામલામાં સોશિયલ મીડિયા પર સતત બીસીઆઈ તપાસની માગ ઉઠી રહી છે. હવે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મામલાની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ લેટરમાં તે પણ લખ્યુ છે કે, બોલીવુડના ઘણા મોટા નામ મુંબઈના ડોન સાથે મળીને મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્વામીએ લેટરમાં લખ્યુ, 'મને વિશ્વાસ છે કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અચાનક મોતથી તમે વાકેફ હશો. મારા વકીલ સાથે ઇશકરણ ભંડારીએ આ કથિત આત્મહત્યાના મામલામાં રીસર્ચ કર્યુ છે. પરંતુ એફઆઈઆર થયા બાદ પોલીસ આ મામલાની હજુ પણ તપાસ કરી રહી છે. મને મારા મુંબઈના સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે, બોલીવુડના ઘણા મોટા નામ મુંબઈના ડોન સાથે મળીને આ મામલાને છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી મિસ્ટર રાજપૂના મોતનું કારણ આત્મહત્યા સાબિત થઈ જાય.'
સુશાંત મામલામાં પરિવારના મૌનથી શેખર સુમન દુખી, ટ્વીટ કરી કહી પાછળ હટવાની વાત
મુંબઈ પોલીસને સંભાળવા દો કોરોના
સુબ્રમણ્યમ સ્વામીએ પત્રમાં લખ્યુ કે, મુંબઈ પોલીસ આમ પણ કોરોના મહામારીમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં લાગેલી છે. તેથી જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ મામલાની સીબીઆઈની તપાસ જ રસ્તો છે. આખરે તેમણે લખ્યુ, મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સલાહ પર સીબીઆઈતપાસ માટે જરૂર રાજી થઈ જશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube