બોલિવૂડની હિરોઇન પહોંચી `ઠગ્સ ઓફ હિંદોસ્તાન` જોવા, થિયેટર પહોંચીને જામી ગયું લોહી
અમિતાભ બચ્ચન અને આમિર ખાન અભિનીત આ ફિલ્મને સારા રિવ્યુ નથી મળ્યા
નવી દિલ્હી : આમિર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' (TOH) દિવાળીના દિવસે શાનદાર ઓપનિંગ કરી છે. જોકે દર્શકોની આશા પર આ ફિલ્મ પાર નથી પડી જેના કારણે બીજા દિવસથી ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઘટાડો થયો છે. સોશિયલ મીડિયામાં TOH મામલે લોકોએ પોતાના અનુભવ શેયર કર્યા છે. આ સ્થિતિમાં એક્ટ્રેસ સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ટ્વિટ કરીને ફિલ્મ પર ટોણો માર્યો છે. શાહરૂખ ખાન 'કભી હાં કભી ના'માં કામ કરનારી સુચિત્રાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ''ઠગ્સ ઓફ હિંદોસ્તાન જોઈ રહી છું. હું અહીં એકલી છું. મને ડર લાગી રહ્યો છે. મેં ક્યારેય ખાલી થિયેટરમાં ફિલ્મ નથી જોઈ. ''
6 વર્ષ પછી સૂરજ પંચોલીએ જિયા ખાનની આત્મહત્યા વિશે કર્યો મોટો ખુલાસો
બોલિવૂડ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' આઠ નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોએ નકારી કાઢી છે પરંતુ પહેલાં જ દિવસે આ ફિલ્મે એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મે પહેલાં દિવસે 52.25 કરોડની કમાણી કરી છે. હિંદી વર્ઝનમાં આ ફિલ્મે 50.75 તથા તમિલ-તેલુગુમાં આ ફિલ્મે 1.50 કરોડની કમાણી કરી છે. આ સાથે જ 2018માં અત્યાર સુધીની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ બની છે.
[[{"fid":"189443","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
બોલિવૂડના ઈતિહાસમાં આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવતી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ 2014માં આવેલી શાહરૂખની ફિલ્મ 'Happy New Year' ના નામે હતો. આ ફિલ્મે પ્રથમ દિવસે 44.97 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજો રેકોર્ડ ફિલ્મે બનાવ્યો છે કે આમિર ખાનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મના નામે ત્રીજો રેકોર્ડ એ બન્યો કે યશરાજ બેનર નીચે બનેલી ફિલ્મોમાં સૌથી વધારે ઓપનિંગનો રેકોર્ડ પણ આ ફિલ્મે પોતાને નામે કર્યો છે. ચોથો રેકોર્ડ આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર સૌથી વધારે ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.