શાહરૂખની દીકરીનો ધડાકો : બોલિવૂડના ટોચના પરિવારનો નબીરો છે બેસ્ટ ફ્રેન્ડ
સુહાના ખાને સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે
મુંબઈ : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ભારે ચર્ચા છે. સુહાના સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ છે અને ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતી જોવા મળે છે. હાલમાં સુહાનાએ તેના એક બેસ્ટ ફ્રેન્ડ સાથેની તસવીર પોસ્ટ કરી છે. સુહાનાના આ બેસ્ટ ફ્રેન્ડનું નામ અગત્સ્ય નંદા છે અને તે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો છે. સુહાનાએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. નોંધનીય છે કે અગત્સ્યની બહેન નવ્યા નવેલી નંદા પણ સુહાનાની સારી મિત્ર છે. સુહાનાએ અગત્સ્ય સાથે પોસ્ટ કરેલી આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...