મુંબઈ : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની જેમ જ એનો આખો પરિવાર ચર્ચામાં રહેતો હોય છે. શાહરૂખની દીકરી સુહાના હાલમાં મીડિયામાં છવાયેલી છે. તેની નાનામાં નાની વાત પણ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બને છે. હાલમાં સુહાનાની એક લેટેસ્ટ તસવીર વાઇરલ થઈ છે જેમાં તેના હાથમાં ફોન દેખાય છે. આ ફોનનું વોલપેપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વોલપેપરમાં સુહાનાની નજીકની એક ખાસ વ્યક્તિની તસવીર લગાવેલી છે. આ વ્યક્તિ છે શાહરૂખનો સૌથી નાનો દીકરો અબરામ. સુહાનાનો અબરામ બહુ લાડકો છે અને આ કારણે તેની તસવીર વોલપેપરમાં લગાવી છે. 


ઝઘડો રણબીર-વરૂણનો અને જેકપોટ લાગ્યો સારાને !


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુહાના પણ પોતાના પિતાની માફક એક્ટિંગમાં કેરિયર બનાવવા માંગે છે અને ગૌરી દ્વારા શેર કરવામાં આવતી સુહાનાની તસવીરને જોતાં એ સ્પષ્ટ થઇ જાય છે કે સુહાના ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર છે. તસવીરોમાં સુહાન ખૂબ સુંદર લાગે છે અને તેના ફેશિયલ એક્સપ્રેશન પણ ઘણા સારા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...