કોર્ટનો અનાદરઃ સ્વરા ભાસ્કર પર કાર્યવાહીની તૈયારી , SCના ઐતિહાસિક ચુકાદા પર કરી હતી ટિપ્પણી
ફેબ્રુઆરીમાં આયોજીત એક પેનલ ચર્ચામાં સ્વરાએ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને નિંદનીય નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court)મા 'ગુનાહિત તિરસ્કાર' મામલાની કાર્યવાહી શરૂ કરતા પહેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલની સહમતિ માગવામાં આવી છે. મહત્વનું છે કે સ્વરાએ ફેબ્રુઆરી મહિનામાં આયોજીત એક ચેનલ ચર્ચામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
ત્યારબાદ સ્વરા ભાસ્કર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી ઉષા શેટ્ટીએ દાખલ કરી હતી. આ મામલામાં મંગળવારે સુનાવણી દરમિયાન અરજીકર્તાએ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલને અભિનેત્રી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ કાર્યવાહી ચલાવવા માટે મંજૂરી આપવાની માગ કરી છે.
સુશાંત સિંહ રાજપૂત કેસઃ કોણ હતી સીસીટીવી ફુટેજમાં જોવા મળેલી રહસ્યમયી મહિલા?
મહત્વનું છે કે અભિનેત્રી સ્વરા ભાસ્કર હંમેશા પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહે છે. ફેબ્રુઆરીમાં આયોજીત એક પેનલ ચર્ચામાં સ્વરાએ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને નિંદનીય નિવેદન આપ્યું હતું. હવે આ નિવેદનને કારણે તેની મુશ્કેલી વધી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube