સુશાંત સિંહ રાજપૂત કેસઃ કોણ હતી સીસીટીવી ફુટેજમાં જોવા મળેલી રહસ્યમયી મહિલા?

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે સુશાંતના ફ્લેટના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી પર મહત્વના ખુલાસા થઈ શકે છે. 

 સુશાંત સિંહ રાજપૂત કેસઃ કોણ હતી સીસીટીવી ફુટેજમાં જોવા મળેલી રહસ્યમયી મહિલા?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput Case) દરરોજ નવા દાવા અને ખુલાસા સામે આવી રહ્યાં છે. હવે હાલમાં સુશાંતની બિલ્ડિંગથી સીસીટીવી ફુજેટ ઓનલાઇન લીક થયા છે. આ ફુટેજમાં એક રહસ્યમયી મહિલા એપાર્ટમેન્ટમાં દાખલ થતી જોવા મળી રહી છે, જ્યારે પોલીસ અને એમ્બ્યુલન્સ  સ્ટાફ સુશાંતની ડેડબોડીને લઈને જતા હોય છે. આ વીડિયોમાં તે મહિલા ક્રાઇમ સીનમાં દાખલ થતી જોવા મળી રહી છે, જ્યારે ત્યાંથી અન્ય લોકોને દૂર હટાવવામાં આવી રહ્યાં છે. 

એક અજાણ્યા વ્યક્તિને મળી તે મહિલા
આ વીડિયો પર ખુબ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અંદર દાખલ થયા બાદ આ મહિલા એક અન્ય વ્યક્તિને મળે છે જેણે કાળા કપડા પહેર્યા છે અને તેના વચ્ચે કંઇક વાતચીત થાય છે. ત્યારબાદ તે અજાણ્યો વ્યક્તિ એક કાળી બેગની અંદર કોઈ વસ્તુ રાખે છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ પર ઘણા સવાલ ઉઠી રહ્યાં છે. પોલીસને તે પણ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે તેમણે આ બે રહસ્યમયી વ્યક્તિઓની પૂછપરછ કેમ ન કરી. 

સ્વામીએ ઉઠાવ્યા સવાલ
આ મુદ્દા પર વાત કરતા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, તેમને ખ્યાલ હતો કે મુંબઈ પોલીસ આવુ જ કરશે અને તેણે સ્થિતિને બગાડી દીધી છે. આ પહેલા સ્વામીએ તે વાત પર સવાલ ઉઠાવ્યા હતા કે સુશાંતના ઘર પર 2 એમ્બ્યુલન્સ કેમ મોકલવામાં આવી હતી. તેમણે તે પણ કહ્યું હતું કે, સીબીઆઈએ તે હોસ્પિટલના સ્ટાફ સાથે વાતચીત કરવી જોઈએ જ્યાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 

કોણ કરશે સુશાંત કેસની તપાસ?
મહત્વનું છે કે મુંબઈ પોલીસે સુશાંત કેસમાં 50થી વધુ લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે પરંતુ અત્યાર સુધી એફઆઈઆર દાખલ કરી નથી. બીજી તરફ બિહાર સરકારની ભલામણ બાદ કેન્દ્રએ સીબીઆઈને સુશાંતનો કેસ સોંપી દીધો છે ત્યારબાદ સીબીઆઈએ રિયા ચક્રવર્તીના પરિવાર સહિત 6 લોકો પર એફઆઈઆર દાખલ કરી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે આ સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ તે નિર્ણય આપશે કે સુશાંત કેસની તપાસ સીબીઆઈ કરશે કે મુંબઈ પોલીસ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news