ટાપુ પર થતી હતી સુશાંતની `ડ્રગ પાર્ટી`, રિયાએ NCBને જણાવ્યા આ અભિનેત્રીઓના નામ!
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દાવો કર્યો કે, તપાસ દરમિયાન સારા અલી ખાન, સિમોન અને રકુલનું નામ સામે આવ્યું છે.
નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)નો દાવો છે કે તપાસ દરમિયાન સારા અલી ખાન, સિમોન અને રકુલનું નામ સામે આવ્યું છે. સુશાંતના ફાર્મ હાઉસ અને પવના ડેમ પર બનેલા ટાપુ 'આપતી ગવંડે' થયેલી પાર્ટી પર એનસીબીની નજર છે. સુશાંત પોતાના મિત્રોની સાથે અહીં ટાઇમ પસાર કરતો અને પાર્ટી થતી હતી.
એનસીબીએ ટાપુ પર જઈને તપાસ કરી છે. સાથે એક વ્યક્તિનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. એનસીબીનું કહેવું છે કે નિવેદન પ્રમાણે ટાપુ પર સુશાંતની સાથે રિયા ચક્રવર્તી ઘણીવાર આવી. સુશાંતની સાથે સારા અલી ખાન 4-5 વખત આવી હતી. તો સુશાંતની સાથે શ્રદ્ધા કપૂર પણ આવી ચુકી છે.
જયા બચ્ચનના સમર્થનમાં સોનમ કપૂરનું ટ્વીટ, સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટ્રોલ
આ સિવાય સુશાંત સિંહ રાજપૂતની સાથે દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાન્ડા, શોવિક, જૈદ પણ આપતી ગવંડે ટાપુ પર ઘણીવાર આવ્યા છે. ટાપુ પર નશાની પાર્ટી થતી હતી. દારૂ પીવાતો હતો તો ગાંજાનો નશો કરવામાં આવતો હતો. એનસીબી પ્રમાણે રિયા પણ પોતાના નિવેદનમાં સારા અલી ખાન, સિમોન ખમ્બાટા, રકુલનું નામ લીધું છે, જેના પર તપાસ ચાલી રહી છે.
સૂત્રો પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસ અને ટાપુ પર થયેલી પાર્ટીમાં સામેલ થયેલા બાકી લોકો પર પણ એનસીબીની નજર છે. એનસીબી આવનારા દિવસોમાં અન્ય લોકોને પણ પૂછપરછ માટે સમન મોકલી શકે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube