નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) ના મોત કેસમાં સીબીઆઈ (CBI) એ રવિવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ત્રીજીવાર પૂછપરછ કરી. રવિવારે સીબીઆઈએ રિયા ( Reha Chakraborty) ને સુશાંતને અપાયેલી મેડિકલ ટ્રિટમેન્ટ અને દવાઓ સંબંધિત ચેટને લઈને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન રિયા દ્વારા અપાયેલા જવાબો 'સંતોષકારક' નહતાં. સીબીઆઈની ટીમ છેલ્લા ત્રણ દિવસથી સતત રિયાની પૂછપરછ કરી રહી છે. રવિવારે રિયા તેના ભાઈ શૌવિક સાથે જોવા મળી હતી. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યાં મુજબ રિયા સવારે 10.45 વાગે તેના ભાઈ સાથે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રિયા અને સુશાંતની બહેનનો થઈ શકે છે આમનો સામનો...CBI કરશે પૂછપરછ


આ સવાલોના જવાબ આપવામાં ગોથા ખાતી હતી રિયા
સીબીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે સીબીઆઈએ તેને સુશાંતના ક્રેડિટ કાર્ડ અને અભિનેતાની મેડિકલ ટ્રિટમેન્ટ અંગે કરાયેલા ખર્ચ વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે સીબીઆઈની ટીમ સુશાંતની સારવાર અંગે વધુ માહિતી ભેગી કરવા માંગે છે કે તેને કઈ દવા અપાતી હતી અને ક્યારથી તેની સારવાર ચાલુ હતી. આ અંગે વિસ્તારથી તેને પૂછવામાં આવ્યું. જ્યારે સુશાંતની મેડિકલ ટ્રિટમેન્ટ અને દવાઓ અંગે સવાલ પૂછાયા તો રિયાએ ગોળ ગોળ જવાબ આપ્યાં. સુશાંતની સમસ્યાઓ અને ડ્રગ ચેટ અંગે સવાલ પૂછાયા તો તે કન્ફર્ટ મહેસૂસ નહતી કરતી. 


Sushant Singh Rajput ના રહસ્યમય મોતનું ડાર્કનેટ કનેક્શન!


આ સવાલો પૂછાયા
- રિયા પાસે  સુશાંતના ક્રેડિટ કાર્ડ અંગે માહિતી માંગવામાં આવી. 
- સુશાંતની મેડિકલ ટ્રિટમેન્ટ અંગે કરાયેલા ખર્ચ વિશે સવાલ પૂછવામાં આવ્યાં. 
- સુશાંતની સારવાર અંગે વધુમાં વધુ માહિતી ભેગી કરવાની કોશિશ.
- સુશાંતને કઈ કઈ દવાઓ અપાતી હતી.
- સુશાંતની સારવાર ક્યારથી ચાલતી હતી. 


સુશાંતના ગળામાં સોયના નિશાન!, પગ તૂટેલો હતો...હોસ્પિટલકર્મીની વાતોથી બહેન ભાંગી પડી


અત્યાર સુધી 26 કલાક કરાઈ પૂછપરછ
સુશાંત સિંહ મોત કેસમાં રવિવારે સીબીઆઈની ટીમે રિયા ચક્રવર્તીની ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં 9 કલાક જેટલી પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ દરમિયાન રિયાને 1 જૂન 2020થી લઈને 14 જૂન 2020 દરમિયાન ઘટેલા ઘટનાક્રમ પર પૂછપરછ કરાઈ. 8 જૂનના રોજ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહનો ફ્લેટ છોડ્યો હતો અને સુશાંતનો મોબાઈલ નંબર પણ બ્લોક કર્યો હતો. આ અગાઉ સીબીઆઈએ શુક્રવારે રિયાની 10 કલાક પૂછપરછ કરી હતી. જ્યારે શનિવારે સતત 7 કલાક પૂછપરછ કરી હતી. આમ સીબીઆઈએ રિયાની અત્યાર સુધીમાં કુલ 26 કલાક જેટલી લાંબી પૂછપરછ કરી છે. 


સુશાંતની બહેનની આજે થશે પૂછપરછ 
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ આજે રિયા ચક્રવર્તીની ચોથીવાર પૂછપરછ કરશે. આ સાથે જ સીબીઆઈ (CBI)ની ટીમ આજે સુશાંત સિંહની બહેન મીતૂ સિંહ (Meetu Singh)ની પણ પૂછપરછ કરશે. આ માટે સીબીઆઈએ મીતૂ સિંહને સમન મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે મીતૂ સિંહ અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ને આમને સામને બેસાડીને પૂછપરછ થઈ શકે છે. આ કેસ સંબંધિત કેટલાક વધુ લોકોને પણ સવાલ પૂછાઈ શકે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube