નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના કેસ સાથે સંકળાયેલા ડ્રગ્સ એંગલની તપાસના મુદે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ વધુ છ લોકોની ધરપકડ કરી  છે.તો બીજી તરફ રિયા ચક્રવર્તી (Rhea Chakrabortyના મોટાભાગના સંપર્કવાળા પેડલર્સની ધરપકડ થઇ ચૂકી છે. હવે વારો સારા અલી ખાન (Sara Ali khan)ના ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરવાનો વારો છેેે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા પાસેથી રિયાએ લીધું હતું ડ્રગ્સ
રિયા ચક્રવર્તી સંબંધિત મોટાભાગના ડ્રગ્સ પેડલર્સ એનસીબીની પકડ આવી ચૂક્યા છે. રિયા અને સારા કેટલાક ડ્રગ્સ પેડલર્સના કોમન સંપર્કમાં હતી, પરંતુ મોટો ખુલાસો એ છે કે રિયાએ સારા પાસેથી ઘણીવાર ડ્રગ્સ લીધું છે. સારાના રિયા ઉપરાંત એક પોતાનું અલગ ડ્રગ્સ પેડલર છે, તેમની પાસેથી સારા અલગથી ડ્રગ્સ લેતી હતી. જેથી સારાએ રિયાને પોતાના ઇંડિવ્યૂઝલ ડ્રગ્સ પેડલર પાસેથી પણ ડ્રગ્સ અપાવ્યું, જે રિયાએ સુશાંત સુધી પહોંચાડ્યું હતું. 


સારાના ડ્રગ્સ પેડલર્સની શોધ
રિયા અને સારાને કયા કયા મોટા ડ્રગ્સ પેડલર ડ્રગ્સ આપતા હતા, તેમની શોધખોળ એનસીબી કરી રહી છે, આમ તો રિયાના મોટાભાગના સંપર્કના પેડલર્સની ધરપકડ થઇ ચૂકી છે, હવે સારા અલી ખાનના ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરવાની છે.  
 
સ્પેશિયલ કોર્ટમાં થશે રજૂ કરવામાં આવશે આરોપીઓ
વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા આ આરોપીઓને મુંબઇમાં એનસીબીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઇથી 5  અને ગોવાથી 1 ડ્રગ્સ પેડલરથી ધરપકડ કરવામાં આવી છે. જે લોકોને આજે રજૂ કરવામાં આવ્યા છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ કરમજીત, ડ્વેન ફર્નાંડિસ, અંકુશ અરેંજા સામેલ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube