નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના ફેન્સ સતત પોતાના પ્રિય અભિનેતા માટે ન્યાયની માગ કરી રહ્યાં છે. ફેન્સે મેડમ તુસાદ લંડનમાં સુશાંતની વેક્સ સ્ટેચ્યુ લગાવવા માટે એક ઓનલાઇન પિટિશન શરૂ કરી છે. ફેન્સ ઓનલાઇન પિટિશન સાઇન કરવા માટે વિશ્વભરના લોકોને આગ્રહ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 લાખ લોકો પાસે પિટિશન સાઇન કરાવવાનો લક્ષ્ય
સુશાંત સિંહ રાજપૂત માટે શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પિટિશન પર 2 લાખ લોકોની સહી કરાવવાનો ટાર્ગેટ છે. અત્યાર સુધી 1 લાખ 76 હજારથી વધુ લોકો ઓનલાઇન પિટિશન પર સહી કરી ચુક્યા છે. 


પિટિશનમાં સુશાંતના કામને હંમેશા જીવંત રાખવાની વાત
આ પિટિશનને ફાઇલ કરતા સુશાંતની ફિલ્મોની સાથે-સાથે તેના સારા કામોની યાદી બનાવવામાં આવી છે. આ પિટિશનમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે સુશાંતનુ મોત 14 જૂન 2020ના તેના બાંદ્વા સ્થિત ઘર પર થયું હતું. અંતમાં સુશાંતના મિણના પુતળા માટે લોકોને પિટિશનમાં સહી કરવાની વાત કહેવામાં આવી છે, જેથી તેના કામ અને યાદોને હંમેશા જીવંત રાખી શકાય. 


Drug Parties: બોલીવુડ પાર્ટીમાં કઈ રીતે કરવામાં આવે છે ડ્રગ્સની ઓફર, શર્લિન ચોપડાનો મોટો ખુલાસો


સુશાંતની બહેનની અનોખી પહેલ
તો સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ આ સમયે ઘણા સારા કામ કરી રહ્યાં છે. અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઈના નામે ગરીબોને ભોજન આપવાની અપીલ કરી છે. ફેન્સે આ કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. સુશાંતની બહેન શ્વેતા સતત તેના ન્યાયની માગ કરી રહી છે. તેણે #FeedFood4SSR  મુહિમ શરૂ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર