મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસ મામલે એક કોર્ટે શનિવારે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં મોકલ્યા છે. શોવિક મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીનો ભાઇ છે જ્યારે મિરાંડા અભિનેતા સુશાંતનો હાઉસ મેનેજર હતો. તેણે 10 કલાક ચાલેલી પૂછપરછ બાદ ડ્રગ નિવારણ સંબંધિત એનડીપીએસ કાયદાની વિવિધ કલમો હેઠળ શુક્રવાર રાતે ધરપકડ કરી હતી. બાદમાં એસીબીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રિયા ચક્રવર્તીના જલદી સમન્સ મોકલવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ડ્રગ્સ કેસમાં NCBને મળી શોવિક અને સેમ્યુઅલની કસ્ટડી, 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મંજૂર


એનસીબીના ડેપ્યુટી ડીજી, સાઉથ-વેસ્ટર્ન રીઝન, મુથા અશોક જૈને કહ્યું, અત્યારે તમામ જાણકારી શેર કરી શકાય નહીં. ડ્રગ્સ કેસમાં આરોપીઓ પાસેથી મહત્વપૂર્ણ જાણકારી મળી છે. આરોપીઓને આમને-સામને બેસાડીને પૂછપરછ કરીશું. સુશાંત કેસમાં અમારી પાસે વધુ જાણકારી આવશે. જે પણ આરોપી હશે, તેને છોડવામાં આવશે નહીં. આરોપી કોણ છે, તેને ધરપકડ કરવામાં આવશે. તપાસમાં અમને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. ડ્રગ્સ મામલે પુરાવાના આધાર પર તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો:- સુશાંતની પૂર્વ મેનેજર Shruti Modiના ઘરે પહોંચી NCB, ડ્રગ્સ કેસમાં કરી રહી છે પૂછપરછ


તેમણે વધુમાં કહ્યું કે, આ કેસથી ઘણી જાણકારીઓ અમારી પાસે છે. ડ્રગ્સ રેકેટમાં મોટી માછલીની તપાસ છે. એનસીબી ઇન્ટરનેશનલ અને ઇન્ટરસ્ટેટ કનેક્શન પર તપાસ કરશે. કંગનાનો આ કેસમાં કોઇ સંબંધ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર