મુંબઇ/ નવી દિલ્હી: ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમ એસ ધોની : અંટોલ્ડ સ્ટોરી' સુપરહિટ રહી છે. હવે ત્યારબાદ ડાયરેક્ટર કબીર ખાન 1983ના ક્રિકેટ વર્લ્ડકપ પર આધારિત ફિલ્મ '83'ને લઇને આવી રહ્યા છે, રણવીર સિંહ ક્રિકેટ રમતાં નજરે પડશે. આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીજ થશે. ફિલ્મના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ગુરૂવારે ટ્વિટ કર્યું ''ભારતના 15 વીરોએ જ્યારે વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું હતું, તે ઐતિહાસિક શૌર્યગાથાની યાદ આવશે. ફિલ્મ 10 એપ્રિલના રોજ રિલીજ થશે.'' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રિલાયન્સ એન્ટરટેનમેંટ'ના બેનર હેઠળ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ સ્ટાર ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યા છે. આ પહેલાં રણવીરે ન્યૂઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે '83' એક અવિશ્વનિય કહાની છે. દેશના ઇતિહાસમાં રમતજગતની કહાનીમાંની એક, 1983 વર્લ્ડકપ સાથે જોડાવવું સન્માનની વાત છે. આ કહાનીને બતાવવા અને તેને જીવંત કરવી સન્માનની વાત છે.



'83' માં બતાવવામાં આવ્યું છે કે નવનિયુક્ત કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવી 1983નો વર્લ્ડકપ જીત્યો હતો.


(ઇનપુટ: આઇએએનએસ)