સુશાંતના ભાઈનું મોટું નિવેદન- `સાક્ષીઓની થઈ શકે છે હત્યા`, દોસ્ત પર લગાવ્યા ગંભીર આરોપ
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે, આ વચ્ચે સુશાંતના ભાઈએ અનેક સવાલો ઉઠાવ્યા છે.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાત કેસમાં હાલ તપાસ ચાલી રહી છે, તો તેના મોતને લઈને નિવેદનબાજી પણ ચાલી રહી છે. હવે સુશાંત સિંહ રાજપૂતના ભાઈ નીરજ બબલૂ (Neeraj Bablu)એ મોટું નિવેદન આપ્યું છે.
નીરજ બબલૂએ મુંબઈ પોલીસ પર નિશાન સાધતા કહ્યુ કે, મુંબઈ પોલીસ (Mumbai Police)એ એફઆઈઆર પણ નોંધી નથી. પોલીસનો ચહેરો ઉઘાડો પડી ગયો છે. સાથે તેમણે કહ્યું કે, સાક્ષીઓને ધમકી મળી રહી છે. તેને સુરક્ષા મળી રહી નથી. તેવું ન બને કે સાક્ષીઓની હત્યા કરી દેવામાં આવે. તેમણે કહ્યું, 'જે રીતે વસ્તુ સામે આવી રહી છે, તેનાથી લાગી રહ્યું છે કે સાક્ષીઓની હત્યા થઈ શકે છે. અમે માગ કરીએ છીએ કે સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપવામાં આવે.'
સુશાંત સિંહ રાજપૂતના દોસ્ત સંદીપ પર પણ સવાલ કરતા તેમણે કહ્યું કે, જે ડેડ બોડી લઈને ગયો તે સૌથી વધુ શંકાના ઘેરામાં છે. તેની પણ પૂછપરછ થવી જોઈએ. ડોમેસ્ટિક સ્ટાફ (Domestic Staff)ની પૂછપરછ થઈ નથી. ત્યાં સુધી કે કસ્ટડીમાં લેવામાં ન આવ્યા અને ન વીડિયો બન્યો. સાથે સુશઆંતને લઈને નીરજ બબલૂએ કહ્યુ કે, હું કહી રહ્યો છું કે મારા ભાઈની હત્યા થઈ છે, તેને ગળુ દબાવીને મારવામાં આવ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube