સુશાંતનો પડછાયો રહ્યો હોવાનો દાવો, ડોગી ફજની બેલ્ટ વડે થયું એક્ટરનું મર્ડર
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના આસિસ્ટન્ટ બોય રહી ચૂકેલા અંકિત આચાર્ય (Ankit Acharya) એ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અંકિતનો દાવો છે કે સુશાંતએ આત્મહત્યા નહી પરંતુ તેમનું મર્ડર થયું છે.
મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના આસિસ્ટન્ટ બોય રહી ચૂકેલા અંકિત આચાર્ય (Ankit Acharya) એ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અંકિતનો દાવો છે કે સુશાંતએ આત્મહત્યા નહી પરંતુ તેમનું મર્ડર થયું છે. તમને જણાવી દઇએ કે અંકિત આચાર્યએ સુશાંતની સાથે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. ગત વર્ષે જુલાઇમાં તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
અંકિતે કહ્યું કે એક્ટરનું ગળું દબાવવા માટે તેમના ડોગ ફજના બેલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
આસિસ્ટન્ટ બોય અંકિત આચાર્યએ કહ્યું કે સુશાંત સાથે 24 કલાક રહેતો હતો. પરંતુ ગત વર્ષે જુલાઇમાં તેમને રિયા ચક્રવર્તીના લીધે નોકરીમાંથી કાઢી મુક્યો હતો. રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના આખા સ્ટાફને ચેંજ કરી દીધો હતો.
અંકિતે કહ્યું કે મારી પાસે હજુ સુધી સુશાંતની ડેડ બોડીના ફોટોઝ છે અને હું તેના પર જાતે તપાસ કરી રહ્યો છું. હું દાવા સાથે કહી શકું છું કે હત્યારાઓએ ફજના બેલ્ટ વડે તેમનું ગળું દબાવ્યું છે. તે બેલ્ટના જ નિશાન છે.
સાથે જ અંકિતનું કહેવું છે કે ફોટામાં સુશાંતની ડેડ બોડી સાથે એક બેગ જોવા મળી રહી છે. અંકિતએ તે બેગ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે તે બેગ સુશાંતની હોઇ શકે જ નહી, તે બ્રાંડેડ બેગ ઉપયોગ કરતા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube