નવી દિલ્હી: છેલ્લા 2 મહિનાથી સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર અને ફેન્સ સતત દાવો કરી રહ્યાં છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ છે. આ બાજુ સીબીઆઈ પણ આ કેસની નવેસરથી તપાસ કરવામાં લાગેલી છે. આવામાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં સતત એક પછી  એક ખુલાસા થઈ રહ્યાં છે. સુશાંતની સિંહ રાજપૂતની બહેને પણ હવે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rhea Chakraborty નો પૉલીગ્રાફી ટેસ્ટ કરાવી શકે છે CBI, થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી!


સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ સોશિયલ મીડિયા એકાઉન્ટથી એક વીડિયો ક્લિપ શેર કરી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ એવો ખુલાસો કરી રહ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ છે. ખાનગી ન્યૂઝ ચેનલની આ ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ એક હોસ્પિટલનો કર્મી છે. જેણે સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરને નજીકથી જોયું હતું. 


સુશાંતના મોતના રહસ્યનો જલદી થશે પર્દાફાશ, રિયા વિરુદ્ધ CBIનું '3-D મોડલ'


આ વીડિયોમાં તે કહેતો જોવા મળે છે કે 'અમને એટલી ખબર હતી કે આ હત્યા જ હતી. સુશાંત સિંહ રાજપૂતના ગળા પર એક કાળુ નિશાન હતું. આ જ પ્રકારના 15-20 નિશાન સુશાંત સિંહ રાજપૂતના આખા શરીર પર હતાં. જે જે નિશાન હતાં તે સોયના નિશાન હતાં. તમામ નિશાનો પર સેલો ટેપ ચીપકાવવામાં આવી હતી. હું સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરને સ્મશાન ઘાટ સુધી લઈ ગયો હતો. તેનો એક પગ તૂટેલો હતો.'


Sushant Case: CBI ના આ એક સવાલથી રિયાને પરસેવો છૂટી ગયો...બધી હોશિયારી નીકળી ગઈ!


આ હોસ્પિટલકર્મી આગળ પણ એવો ખુલાસો કરતો જોવા મળ્યોકે એક લાંબાવાળ વાળો વ્યક્તિ મને કહી રહ્યો હતો કે રિયા ચક્રવર્તીને કોલ કરો. તે ડેડબોડી જોવા માંગે છે. ત્યારબાદ તેણે ડેડબોડી પાસે જઈને માફી માંગી હતી. આ વીડિયો શેર કરતા સુશાંત સિંહ રાજપૂતની બહેન ઈમોશનલ થઈ ગઈ અને ભાંગી પડી. આ અંગે વાત કરતા તેણે લખ્યું કે હે ભગવાન! આ ખબર સાંભળ્યા બાદ મારુ દિલ વાંરવાર તૂટી રહ્યું છે. 


ઈન્સ્ટાગ્રામ પર કરેલી એક પોસ્ટમાં શ્વેતાએ આગળ લખ્યું કે આ લોકોએ મારા ભાઈ સાથે આખરે શું કર્યું છે. ભગવાન માટે થઈને આ લોકોની ધરપકડ કરો. મને ન્યાય જોઈએ છે. આ તમામ ગુનેહગારોને સળિયા પાછળ ધકેલો. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube