સુશાંત સિંહ રાજપૂતની થઈ હતી હત્યા? રવિવારે ખુલશે સૌથી મોટો રાઝ
સુશાંતના મોત મામલાની તપાસ માટે રચાયેલ વિશેષ તપાસ દળ (એસઆઈટી) પોતાની તપાસની દિશા નક્કી કરવા માટે આગામી સપ્તાહની શરૂઆતમાં એમ્સના ડોક્ટરો સાથે મુલાકાત કરશે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનું રાઝ રવિવારે ખુલી શકે છે. હકીકતમાં એમ્સના નિષ્ણાંતોની ટીમ રવિવારે તે વાત પર નિર્ણય કરશે કે 14 જૂને સુશાંતનું મોત આત્મહત્યા હતુ કે તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ એમ્સની આ વિશેષ પેનલનું કામ સમાપ્ત થઈ જશે.
એમ્સના ફોરેન્સિક નિષ્ણાંત ડો. સુધીર ગુપ્તાના નેતૃત્વમા ડોક્ટરોની પેનલ રવિવારે એક મહત્વની બેઠક યોજશે. જેમાં સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટ અને વિસરા પરીક્ષણ રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ તે પેનલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પર પોતાનો અંતિમ અભિપ્રાય આપશે. આ કેસમાં જે ફોરેન્સિક નિષ્ણાંતોએ સુશાંત સિંહ રાજપૂતના વિસરાની બીજીવાર તપાસ કરી છે, તે શુક્રવારે રાત સુધી પોતાનો રિપોર્ટ એમ્સના ડોક્ટરો સમક્ષ રજૂ કરશે.
સૂત્રોનું કહેવું છે કે એમ્સના ડોક્ટર તે નિષ્કર્ષ કાઢશે કે સુશાંત સિંહ રાજપૂતના મોત પહેલા તેને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં. ફોરેન્સિક નિષ્ણાંતો સુશાંતના 20 ટકા સુરક્ષિત વિસરાના આધાર પર એક રિપોર્ટ તૈયાર કરી રહ્યાં છે, જે મુંબઈની ફોરેન્સિક પ્રયોગશાળામાં હાજર છે.
સુશાંતના મોત મામલાની તપાસ માટે રચાયેલ વિશેષ તપાસ દળ (એસઆઈટી) આગળ પોતાની તપાસની દિશા નક્કી કરવા માટે આગામી સપ્તાહની શરૂઆતમાં એમ્સના ડોક્ટરો સાથે મુલાકાત કરશે.
કરણ જોહરના ઘરે થયેલી પાર્ટી મામલે NCBમા ફરિયાદ દાખલ, દીપિકા, મલાઇકા સહિત અનેક સ્ટાર હતા સામેલ
પોલીસ અધીક્ષક રેન્કના સીબીઆઈ અધિકારી નૂપુર પ્રસાદ અને તપાસ અધિકારી અનિલ યાદવની સાથે 3 અન્ય એસઆઈટી સભ્યો બુધવારે એજન્સીના વરિષ્ઠ અધિકારીઓને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ બધા સુશાંત કેસની તપાસ કરવા માટે 21 ઓગસ્ટથી મુંબઈમાં હતા.
સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈની પાસે રહેલા પૂરાવા શંકાસ્પદ આત્મહત્યા તરફ ઈશારો કરે છે. પરંતુ એજન્સીને એમ્સના ડોક્ટરોના રિપોર્ટ પર ખુબ વિશ્વાસ છે, જે રવિવારે પોતાનો અંતિમ અભિપ્રાય શેર કરશે કે સુશાંતે આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube