સુશાંતના કેસ પર બોલ્યા મુંબઈના DCP, દરેક એંગલથી થઈ રહી છે તપાસ
મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખે મીડિયા સાથે વાતચીતમા કહ્યુ કે, તેઓ સુશાંતના મોતના દરેક એંગલની તપાસ કરી રહ્યાં છે. અભિષેકે જણાવ્યુ કે, તેમણે અત્યાર સુધી 27 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે.
મુંબઈઃ sushant singh rajput suicide investigating: સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને અલવિદા કહ્યુ તેના 14 દિવસ થઈ ગયા છે. હજુ પણ તેના પરિવાર, મિત્ર અને ફેન્સનું દુખ ઓછુ થયું નથી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર ઘણી અફવાઓ ચાલી રહી છે. સુશાંતે આ પગલુ કેમ ભર્યુ તેની જાણકારી કોઈને નથી અને બાંદ્રા સ્થિત પોલીસ તેની તપાસ કરી રહી છે.
શું કહ્યું મુંબઈના DCP અભિષેક ત્રિમુખે
હવે મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખે મીડિયા સાથે વાતચીતમા કહ્યુ કે, તેઓ સુશાંતના મોતના દરેક એંગલની તપાસ કરી રહ્યાં છે. અભિષેકે જણાવ્યુ કે, તેમણે અત્યાર સુધી 27 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. તેમણે આગળ જણાવ્યુ કે, કૂપર હોસ્પિટલમાં સુશાંતના શબનું પોસ્ટમોર્ટમ થયું હતું, જેમાં તેના મોતનું કારણ ફાસીને કારણે શ્વાસ રોકાતા થયું હતું. આ વાત ડોક્ટરોએ સ્પષ્ટ સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખી છે.
'નાગિન 4'નું શૂટિંગ શરૂ થતા જ રશ્મિ દેસાઈનો આ VIDEO થયો ખુબ વાયરલ
સંજના સંઘીએ સુશાંત સિંહ રાજપૂતની સાથે દિલ બેચારામાં કામ કર્યું હતું. તેણે થોડા સમય પહેલા ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબડા અને સુશાંત સિંહ રાજપૂત પર શોષણના આરોપ પણ લગાવ્યા હતા. હવે પોલીસે સંજનાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી. ફિલ્મ દિલ બેચારાની વાત કરીએ તો આ સુશાંતની છેલ્લી ફિલ્મ છે, જે 24 જુલાઈએ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube