મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. મંગળવાર (18 ઓગસ્ટ)ના સુશાંતના પૂર્વ એકાઉન્ટન્ટ રજત મેવાતીનું નવેદન સામે આવ્યું છે. મેવાતીએ ઝી ન્યુઝને જણાવ્યું કે, હું સુશાંત સરનો સૌથી સીનિયર સ્ટાફ હતો. હું તેમની સાથે 2018થી લઇને જાન્યુઆરી 2020 સુધી રહ્યો છું. હું એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો અને ફાઇનાન્સથી જોડાયેલી વસ્તુઓ જોતો હતો. પ્રિયંકા મેડમના ગયા બાદ રિયા ચક્રવર્તીની અવરજવર વધી અને પછી શ્રુતિ મોદી પણ જુલાઇમાં ઘરમાં આવી હતી. પરંતુ સપ્ટેમ્બર 2019 બાદ વસ્તુઓ બદલાવવા લાગી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sushant અને દિશા સાલિયાન વચ્ચેનું વોટ્સએપ ચેટ વાયરલ, આ પ્રોજેક્ટ પર થઈ હતી વાત


મેવાતીનું કહેવું છે, રિયાના આવ્યા બાદ વસ્તુઓમાં ટ્રાન્સપરન્સી રહી નહોતી જે પહેલા બોસ (સુશાંત સિંહ) અને અમારી વચ્ચે રહેતી હતી. મેવાતીએ કહ્યું કે, રિયા ચક્રવર્તીએ ધીરે ધીરે સ્ટાફને બહાર કાઢ્યો. પહેલા અશોકને કાઢ્યો, પછી મને કાઢ્યો.


આ પણ વાંચો:- કંગના રનોતની સરકાર પાસે માગ- પરત લેવામાં આવે કરણ જોહરનો પદ્મ શ્રી એવોર્ડ


મેવાતીએ સુશાંતના ડિપ્રેશનને લઇ પણ તેની પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે, સુશાંત સિંહ દવાઓ જરૂર લેતા હતા, પરંતુ કઇ બીમારીની દવા લેતા હતા તે મને નથી ખબર. મારા હિસાબથી તે ડિપ્રેશનમાં ન હતા. જણાવવામાં આવ્યું કે તેઓ ડેંગ્યુની દવાઓ લઇ રહ્યાં હતા પરંતુ એક મહિનાનો સમય પસાર થયા બાદ પણ દવાઓ ચાલુ હતી. રિયાના આવ્યા બાદ ખર્ચામાં ધણું અંતર આવ્યું હતું, ખર્ચામાં વધારો થયો હતો.


આ પણ વાંચો:- Sushant Suicide Case: Rhea Chakrabortyનું નિવેદન આવ્યું સામે, આરોપો પર તોડ્યું મૌન


ત્યારે બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું નિવેદન સામે આવ્યું છે, જે તેના વકીલે જારી કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં રિયા ચક્રવર્તી વિશે અને આ કેસ સંબંધિત તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિયાના વકીલ તરફથી જારી નિવેદનમાં કહ્યું છે કે, રિયા ચક્રવર્તી તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે ભલે તે મુંબઇ પોલીસ હોય અથવા ઈડી. આ સ્ટેટમેન્ટમાં પણ રિયા ચક્રવર્તીએ બિહાર પોલીસ (Bihar Police)ની તપાસ પર સવાલ ઉઠાવ્યો અને આ વાતની સ્પષ્ટતા આપી છે કે, તેણે શા માટે સુપ્રીમ કોર્ટ જવું પડ્યું?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર