મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આપઘાત કેસમાં સીબીઆઈની ટીમે શનિવારે પણ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પૂછપરછ કરી હતી. મુંબઈમાં ડીઆરડીઓ (DRDO)ના ગેસ્ટહાઉસમાં શુક્રવારે રિયાની 10 કલાક પૂછપરછ થઈ તો શનિવારે સાત કલાક સુધી સીબીઆઈએ તેને સવાલ-જવાબ કર્યાં હતા. આમ કુલ મળીને સીબીઆઈની ટીમે અત્યાર સુધી રિયાની 17 કલાક પૂછપરછ કરી છે. તેવું જાણવા મળ્યું છે કે સીબીઆઈએ રિયાને તેની ડ્રગ્સને લઈને ચેટ પર સવાલ કર્યાં છે. તો શનિવારે સીબીઆઈએ જ્યારે રિયાની બીજા રાઉન્ડની પૂછપરછ બપોરે 2 વાગે શરૂ કરી તો રિયા સીબીઆઈના પ્રથમ સવાલમાં ફસાય ગઈ.તો આવો જાણીએ પૂછપરછના બીજા રાઉન્ડમાં સીબીઆઈએ રિયાનું શું-શું પૂછ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈ દ્વારા રિયાને કરવામાં આવેલા સવાલ
1. તું સુશાંતના મોત માટે પોતાને કેટલી જવાબદાર માને છે?
2. શું સુશાંતના મોતનું કારણ તારો અચાનકથી થયેલો અવિશ્વાસ તો નથીને?
3. જો તું માને છે કે તારા ગયા પછી સુશાંતે આત્મહત્યા જેવું પગલું ભર્યું, તો તારા મનમાં કોઈને કંઈ જણાવવાનો ખ્યાલ આવ્યો કે નહીં? જો આવ્યો હતો તો તે કોને જણાવ્યું હતું?
4. સુશાંતે ક્યારેય તને જણાવ્યું હતું કે, તે પોતાને ખતમ કરી શકે છે?
5. તું સુશાંતની સાથે લિવઇન રિલેશનશિપમાં હતી, એક પત્નીની જેમ તું તેની માનસિક સ્થિતિને સારી રીતે સમજતી હશે, તો પણ તે તારી કોઈ જવાબદારી ન નિભાવી, અમે તારી સુશાંતના આપઘાત કરવાના આરોપમાં ધરપકડ કેમ ન કરીએ?
6. જો તું નિર્દોષ છો, તો શું કોઈપણ સાઇન્ટિફિક ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે?


EXCLUSIVE: રિયા ચક્રવર્તીએ ચોરી કર્યો હતો સુશાંતના ડેબિત કાર્ડનો પિન


શું 8 જૂને સુશાંત સાથે બ્રેકઅપ કરી લીધું હતું? જાણો CBIના આ સવાલ પર રિયાનો જવાબ
સૂત્રો પ્રમાણે, વચ્ચે-વચ્ચે રિયા પરેશાન થઈને ઉંચા અવાજમાં સીબીઆઈના અધિકારીઓ સાથે વાત કરી પોતાને નિર્દોષ ગણાવી રહી હતી, તો સીબીઆઈના એસપી નૂપુર પ્રસાદે તેને કહ્યું, જો અમે ઉતાવળ કરી તો તને જેલ મોકલી દેવામાં આવશે, તો તું ક્યારેય પોતાને સાબિત કરી શકીશ નહીં. તેનાથી સારૂ છે કે તું અમારી તપાસમાં સહયોગ કર, અમારે સુશાંતના મોતના કારણની તપાસ કરવી છે. તેથી અમે તને અહીં બોલાવી છે. 


ડ્રગ્સ એંગલની તપાસમાં લાગી NCB
રિયાના કેટલાક મેસેજ ચેટથી તે વાત સામે આવી છે કે તે કથિત રીતે ડ્રગ્સની ગેરકાયદેસર સપ્લાઇ કરતા લોકોના સંપર્કમાં હતી અને તેણે કથિત રીતે સુશાંતને ડ્રગ્સ આપવા માટે તેની સાથે સંપર્ક રાખ્યો. ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ), ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી)ની સાથે હવે Narcotics Control Bureau (NCB) પણ સુશાંતના મોત મામલાની તપાસમાં લાગી ગયું છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube