મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh  Rajput) ની આત્મહત્યા મામલે પરિવાર દ્વારા પટણામાં અભિનેત્રી તથા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર દાખલ કરાઈ છે. ત્યારબાદ હવે બિહાર પોલીસની મુંબઈમાં એન્ટ્રી થઈ છે. આ ટીમ મુંબઈ પોલીસને મળીને તેમની પાસેથી કેસ ડાટરી ઉપરાંત અન્ય જરૂરી કાગળો મેળવશે. એવી ખબર છે કે એફઆઈઆર દાખલ થયા બાદ હવે રિયા ચક્રવર્તી આગોતરા જામીન માટે અરજી દાખલ કરશે. આ બાજુ આ મામલે 24 જુલાઈના રોજ વિસરા રિપોર્ટ મુંબઈ પોલીસને મળી ગયો. કલીના ફોરેન્સિક લેબથી આવેલા રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના foulplay ની સંભાવનાને ઈન્કાર કરાયો છે. આ મામલે હજુ પેટ અને નખના ફોરેન્સિંક રિપોર્ટની રાહ જોવાય છે. પોલીસ નખના ફોરેન્સિક રિપોર્ટની રાહ જુએ છે. જેથી કરીને કોઈ પણ પ્રકારના સ્ટ્રગલ માર્ક્સની પુષ્ટિ થઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sushant Suicide Case: રિયા ચક્રવર્તીની આ ધમકીઓના કારણે ગયો સુશાંતનો જીવ? બિહાર પોલીસ પહોંચી મુંબઈ


મુંબઈ પોલીસના સોર્સિસનું કહેવું છે કે અમારી પાસે વિસરા રિપોર્ટ છે જેમાં કોઈ પણ પ્રકારના foulplay ની પુષ્ટિ નથી. જો કે હજુ કેટલાક રિપોર્ટ્સ આવવાના બાકી છે. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમારી પાસે છે તે મુજબ મૃત્યુનું કારણે શ્વાસ રૂંધાવવો (suffocation) છે. અમે સુશાંતના પરિવારના દરેક સભ્ય કે જેમાં પિતા કે કે સિંહ અને બહેન સામેલ છે તેમના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. કોઈએ પણ પોતાના સ્ટેટમેન્ટમાં રિયાનું નામ લીધુ નથી. જ્યારે અમે તેમને અનેકવાર આ અંગે પૂછપરછ કરી હતી. 


જ્યારે સુશાંતના પિતા અને જીજાજી મુંબઈ પોલીસના Jt.CP Law & Orderને મળ્યા હતાં ત્યારે પણ તેમણે રિયા અંગે કોઈ શક વ્યક્ત કર્યો નહતો. અમને મંગળવારે બિહાર પોલીસ આવી ત્યારે ખબર પડી. સુશાંત સિંહની ત્રણ કંપનીઓ છે જેમાથી કેટલાકમાં રિયા અને તેનો ભાઈ પણ ડાઈરેક્ટર છે. જેની તપાસ મુંબઈ પોલીસ કરે છે. પરંતુ અમે મીડિયા પ્રેશરમાં કોઈ પણ પ્રકારના નિર્ણય પર આવવા માંગતા નથી.


શું સુશાંત સિંહ રાજપૂતને બ્લેકમેલ કરતી હતી રિયા ચક્રવર્તી, આ છે પિતાના 10 આરોપ


સુશાંતના પિતાએ નોંધાવી એફઆઈઆર, રિયા પર શક વ્યક્ત કર્યો
મળતી માહિતી મુજબ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહના નિવેદન પર આ એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિવારે શક વ્યક્ત કર્યો છે કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ સુશાંતનો દગો કર્યો છે. તેના પૈસા ચાઉ કરીને તેની માનસિક હેરાનગતિ કરી છે. એટલું જ નહીં સુશાંતના પરિવાર સાથે સંપૂર્ણ સંબંધ કટ કરાવી દીધા. 


પટણામાં એફઆઈઆર (FIR) નોંધાયા બાદ હવે બિહાર પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. આ ટીમ મુંબઈ પોલીસને મળીને તેની પાસેથી કેસ ડાયરી ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજો મેળવશે. ટીમમાં બે ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટર સામેલ છે. અત્રે જણાવવાનું કે પટણાના એસએસપી ઉપેન્દ્ર શર્માના આદેશ પર રાજીવ નગરના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને આ કેસના આઈઓ બનાવવામાં આવ્યાં છે. 


સુશાંતના પિતાના આરોપો....
સુશાંતના પિતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મારો પુત્ર સુશાંત ફિલ્મ લાઈન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો. ત્યારે રિયાએ એ વાતનો વિરોધ કર્યો કે તું ક્યાય નહીં જાય અને મારી વાત નહીં માને તો હું મીડિયાને તારો મેડિકલ રિપોર્ટ આપી દઈશ અને બધાને જણાવી દઈશ કે તુ પાગલ છે. પરંતુ જ્યારે રિયાને એમ લાગ્યું કે સુશાંત સિંહ તેની વાત નથી માનતો અને તેનું બેંક બેલેન્સ બહુ ઓછું રહી ગયું છે તો રિયા સુશાંતના ઘરેથી ઘણો બધો મહત્વપૂર્ણ સામાન લઈને જતી રહી. 


સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવતી વિરૂદ્ધ નોંધાવી FIR


કેકે સિંહના નિવેદનમાં આગળ લખ્યું હતું કે તેણે મારા પુત્ર સુશાંતનો ફોન નંબર પોતાના ફોનમાં બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ સુશાંતે મારી પુત્રીને ફોન કર્યો અને તેને કહ્યું હતું કે રિયા મને ફસાવી દેશે અને તે અહીંથી ઘણો સામાન લઈને જતી રહી છે તથા મને ધમકી આપી ગઈ છે કે જો તે મારી વાત ન માની તો તારી સારવારના બધા કાગળો મીડિયાને આપી દઈશ અને કહી દઈશ કે તુ પાગલ છે અને તને કોઈ કામ આપશે નહીં, તુ બરબાદ થઈ જઈશ.


સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો કે સુશાંતની મુલાકાત રિયા સાથે વર્ષ 2019માં થઈ હતી. તે સમય સુધી સુશાંત કોઈ પણ પ્રકારની માનસિક બિમારીથી પીડાતો નહતો. આ વાતની તપાસ થવી જોઈએ કે એવું તે શું થયું કે રિયાને મળ્યા બાદ સુશાંત માનસિક રીતે પરેશાન રહેવા લાગ્યો. સુશાંતના પરિવારે પૂછ્યું છે કે જો સુશાંતને માનસિક બિમારી હતી અને સારવાર ચાલતી હતી તો આ અંગે તેના પરિવારજનો સાથે કન્સેન્ટ કેમ ન લેવાયું.


 આ ઉપરાંત રિયા પર એ પણ આરોપ છે કે સુશાંતને ટ્રિટમેન્ટ દરમિયાન તે પોતાના ઘરે લઈ ગઈ હતી અને તેને ઓવરડોઝ આપ્યો હતો. પરંતુ રિયાએ આ અંગે કહ્યું હતું કે સુશાંતને ડેન્ગ્યુ થયો છે. 


કે કે સિંહનો રિયા પર આરોપ છે કે તે સુશાંતને કોઈ ફિલ્મ સાઈન કરવા દેતી નહતી. જ્યારે પણ કોઈ ફિલ્મ ઓફર આવે તો તે તેને ફોર્સ કરતી હતી કે સુશાંત તે પ્રોજેક્ટ સાઈન કરે જેમાં રિયા તેની સામે લીડ રોલમાં હોય. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે રિયાએ સુશાંતના જૂના અને ભરોસાપાત્ર સ્ટાફને હટાવી દીધો હતો અને તેની જગ્યાએ એવા લોકોને રિપ્લેસ કર્યા જે રિયાને જાણતા હતાં. તે તેના સહારે સુશાંતને માઈક્રો સ્તરે મેનેજ કરવા માંગતી હતી. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube