સુશાંત સુસાઇડ કેસ: 14 જૂને આખરે શું ખયું હતુ?... એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કર્યો ચોંકાવનારો ખુલાસો
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ મામલે Zee Newsએ એમ્બ્યુલન્સના ડ્રાઇવર (Ambulance Driver) સાથે વાત કરી હતી જેમાં 14 જૂનના ઘટનાના દિવસે સુશાંતની બોડીને રૂમમાંથી બહાર લાવ્યા હતા.
મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ મામલે Zee Newsએ એમ્બ્યુલન્સના ડ્રાઇવર (Ambulance Driver) સાથે વાત કરી હતી જેમાં 14 જૂનના ઘટનાના દિવસે સુશાંતની બોડીને રૂમમાંથી બહાર લાવ્યા હતા.
આ પણ વાંચો:- આત્મહત્યા પહેલા સુશાંતે ગૂગલ પર પોતાના નામ ઉપરાંત આ 3 વસ્તુ કરી હતી સર્ચ...જાણીને ચોંકશો
એમ્બ્યુલન્સ માલિક રાહુલે Zee News સાથે ફોન પર વાત કરતા જણાવ્યું હતું કે, 14 જૂનના રોજ જ્યારે સુશાંતે આત્મહત્યા કરી હતી, તે દિવસે તે ગામમાં હતો, જેના કારણે તેનો ભાઇ અક્ષય એમ્બ્યુલન્સ લઇને સુશાંતના ઘરે પહોંચ્યો હતો. અક્ષય જેવો સુશાંતના રૂમમાં દાખલ થયો તો તેણે જોયું કે અભિનેતાની ડેડ બોડી પહેલાથી જ સીલિંગથી નીચે ઉતારી બેડ પર મુકવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ કર્મી સુશાંતની બોડીને સ્ટ્રેચર પર સુવડાવી બિલ્ડિંગની બહાર લાવ્યા હતા.
આ પણ વાંચો:- સુશાંત કેસની તપાસમાં મોટું વિધ્ન, તપાસ માટે ગયેલા પટણા સિટી SPને BMCએ કર્યાં ક્વોરન્ટાઈન
રાહુલે વધુમાં જણાવ્યું કે, એમ્બ્યુલન્સની વ્હીલચેરમાં કોઇ ખામી આવી હતી જેના કારણે સુશાંતની બોડી તેમાં ફિટ થઇ રહી ન હતી. જેના કારણે અમે બીજી એમ્બ્યુલન્સને તાત્કાલીક સ્થળ પર બોલાવી હતી અને ત્યારબાદ ત્યાંથી આગળ અમે રવાના થયા હતા. ત્યારે ફાઉલ પ્લે જેવા કેટલાક સવાલોને નકારતા રાહુલે કહ્યું કે, એવું કંઇ થયું ન હતું. અમે તે શા માટે કરીશું. તે ગુજરી ગયો, સ્વર્ગમાં ગયો. આ બધું કરીને આપણને શું મળશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube