સુશાંત કેસની તપાસમાં મોટું વિધ્ન, તપાસ માટે ગયેલા પટણા સિટી SPને BMCએ કર્યાં ક્વોરન્ટાઈન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case)  કેસની તપાસ કરવા બિહારથી મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારી (Patna City SP Vinay Tiwari) ને 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તિવારીએ મુંબઈમાં પહેલી રાત એસઆરપીએફના ગોરેગાંવ કેમ્પ ખાતે વિતાવવી પડી. તિવારીને ક્વોરન્ટાઈન કરવામાં આવતા બિહાર પોલીસે નારાજગી વ્યક્ત કરી છે. બિહાર પોલીસ (Bihar Police) નું કહેવું છે કે પટણા સીટી એસપી વિનય તિવારીને હોમ ક્વોરન્ટાઈન નહીં પરંતુ અમારી તપાસ રોકવા માટે તેમને એક પ્રકારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યાં છે. બિહાર પોલીસની તપાસ રોકવા માટે આ પગલું જાણી જોઈને લેવાયું છે. 

સુશાંત કેસની તપાસમાં મોટું વિધ્ન, તપાસ માટે ગયેલા પટણા સિટી SPને BMCએ કર્યાં ક્વોરન્ટાઈન

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case)  કેસની તપાસ કરવા બિહારથી મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારી (Patna City SP Vinay Tiwari) ને 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તિવારીએ મુંબઈમાં પહેલી રાત એસઆરપીએફના ગોરેગાંવ કેમ્પ ખાતે વિતાવવી પડી. તિવારીને ક્વોરન્ટાઈન કરવામાં આવતા બિહાર પોલીસે નારાજગી વ્યક્ત કરી છે. બિહાર પોલીસ (Bihar Police) નું કહેવું છે કે પટણા સીટી એસપી વિનય તિવારીને હોમ ક્વોરન્ટાઈન નહીં પરંતુ અમારી તપાસ રોકવા માટે તેમને એક પ્રકારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યાં છે. બિહાર પોલીસની તપાસ રોકવા માટે આ પગલું જાણી જોઈને લેવાયું છે. 

— IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020

બિહાર (Bihar) ના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ એક ટ્વિટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે આઈપીએસ ઓફિસર વિનય તિવારી આજે પટણાથી મુંબઈ ઓફિશિયલ ડ્યૂટી હેઠળ બિહારની પોલીસ ટીમનું નેતૃત્વ કરવા માટે ગયા હતાં પરંતુ બીએમસીના અધિકારીઓએ રાતે 11 વાગે જબરદસ્તીથી તેમને ક્વોરન્ટાઈન કરી દીધા છે. તેમની ભલામણ છતાં આઈપીએસ મેસ ન અપાયું. 

સૂત્રોના જણાવ્યાં મુજબ વિનય તિવારી આઈપીએસ ઓફિસર્સ મેસમાં રોકાવવા માંગતા હતાં. આથી તેમણે ડીએસપી બાન્દ્રા એટલે કે અભિષેક ત્રિમુખે સાથે વાત કરી હતી. ડીસીપી 9એ તેમને આઈજી હેડક્વાર્ટર સાથે સંપર્ક કરાવ્યો, જે તેમને રોકાવવા માટે રૂમ અપાવત પરંતુ જ્યારે વિનય તિવારી આવ્યાં તો ત્યારબાદથી આઈજી હેડક્વાર્ટરે તેમનો ફોન જ ન ઉઠાવ્યો. 

— IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020

સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ કમિશ્નરેટ છે એટલે ડીસીપી કેમ્પસની પાસે તેમને કોઈ સાધન ઉપલબ્ધ કરાવવાનો અધિકાર નથી. તેમણે આઈજી એડમિન સાથે વાત કરી. આઈજી  એડમિનનું કહેવું છે કે કોરોનાના કારણે ઓફિસર્સ મેસ ઓપેરશનમાં નથી અને ત્યાં પહેલેથી જ એક કોરોનાનો દર્દી મળી આવ્યો છે. આથી એસપી વિનય તિવારીને SRPFના ગેસ્ટ હાઉસમાં રોકવામાં આવ્યાં છે. જો કે બીએમસીના સૂત્રોના જણાવ્યાં મુજબ વિનય તિવારીને 15 ઓગસ્ટ સુધી હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news