નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસની તપાસ હવે સીબીઆઇ (CBI) પાસે છે. એવામાં સુશાંતના પરિવારવાળાએ એક ચિઠ્ઠી દ્વારા આરોપ લગાવ્યો છે કે સુશાંતને ન્યાય આપવાના બદલામાં તેના પર ચોતરફ હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ચિઠ્ઠી દ્વારા પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને માનસિક બિમાર સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરિવારના ચરિત્ર પર કીચડ ઉછાળવામાં આવી રહ્યો છે. આવો તમને બતાવીએ તે ચિઠ્ઠી જે સુશાંતના પરિવાર દ્વારા લખવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...



તો બીજી તરફ સુશાંતના પરિવારિક સૂત્રોના અનુસાર સીબીઆઇ અને બિહાર પોલીસ સામે તેમણે સુશાંત સિંહની ઓટોપ્સી રિપોર્ટને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારના સૂત્રોના અનુસાર સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે તેમનું મોત Asphyxia એટલે કે શ્વાસ રૂંધાવાથી થયું છે. આ કેસમાં head skull ને પુરી રીતે ઓપન કરવું જોઇતું હતું, જેથી Scalpના ઇન્ટરનેશનલ એક્ઝામિનેશન બાદ Sub Scalp Layers નું એક્ઝામિનેશન કરવાનું હતું, જેથી કોઇપણ પ્રકારની ઇંજરી વિશે ખબર પડે છે. 


તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, ત્યારબાદથી મુંબઇ પોલીસ સતત આ કેસની તપાસ કરી રહી હતી. તો બીજી તરફ પટનામાં સુશાંત સિંહ રાજપૂતના પિતા દ્વારા એફઆઇઆર દાખલ કર્યા બાદ બિહાર પોલીસની એક ટીમ પણ આ કેસની તપાસ માટે મુંબઇ પહોંચી હતી. હવે આ કેસ સીબીઆઇ પાસે છે. તો બીજી તરફ આ કેસમં ઇડી પણ પોતાની તપાસમાં લાગી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube