નવી દિલ્હી: તાપસી પન્નૂ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપના (Anurag Kashyap) ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે અને તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તાપસી પન્નૂએ આ દરોડાને લઇને પોતાનું મૌન તોડ્યું છે. તાપસીએ એક બાદ એક ટ્વીટ (Taapsee Pannu Tweet) કરી જણાવ્યું કે, ઇન્કમ ટેક્સ વિભાગને શું મળ્યું છે અને આ સાથે તેણે કંગના રનૌતને (Kangana Ranaut) પણ ટાર્ગેટ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપસીએ તોડ્યું મૌન
આરોપ છે કે, અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને તાપસી પન્નૂ (Taapsee Pannu) 650 કરોડના ટેક્સ અનિયમિતતામાં સામેલ છે. ઇન્કમ ટેક્સ વિભાગે બોલીવુડ સ્ટાર્સ સાથે જોડાયેલા આ મામલે મુંબઇ, પુણે, દિલ્હી અને હૈદરાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શુક્રવારની રાત્રે પુણેમાં અધિકારીઓએ તાપસી અને અનુરાગની (Anurag Kashyap) પૂછપરછ કરી હતી. હવે આ સમગ્ર મામલે પ્રથમ વખત અભિનેત્રીએ મૌન તોડ્યું છે અને ટ્વિટર પર પોતાની વાત કહી રહી છે.


આ પણ વાંચો:- Ranveer Singh એ આ અભિનેત્રીને એક-બે નહી 23 વાર કરી હતી KISS, Deepika એ કહી આ વાત


ટ્વીટ કરી જણાવ્યું શું-શું મળ્યું
તાપસી પન્નૂએ (Taapsee Pannu) એક બાદ એક ત્રણ ટ્વીટ કર્યા. તાપસીએ લખ્યું 3 દિવસથી સંપૂર્ણ સંશોધન બાદ 3 વસ્તું મળી છે. 1 મારા કથિત પેરિસના બંગલાની ચાવીઓ. કેમ કે, ગરમીની રજાઓ આવી રહી છે. તેણે બીજા ટ્વીટમાં લખ્યું- 2. જે કથિત 5 કરોડ રૂપિયાની રસીદને મને ફસાવવા માટે મુકવામાં આવી, તે પૈસા મેં ક્યારે લીધા જ નથી.


જાણો સ્કેમથી જેને ફેઈમ મળી તેવા પ્રતીક ગાંધી હવે દેખાશે આ નવી ભૂમિકામાં


ત્રીજા ટ્વીટમાં કંગના પર સાધ્યું નિશાન
ત્રીજા ટ્વીટમાં તાપસીએ (Taapsee Pannu) કંગનાને પણ ટાર્ગેટ કરતા લખ્યું, માનનીય નાણામંત્રીના કહેવા પ્રમાણે 2013 માં મારા ત્યાં દરોડા પડ્યા હતા. હવે સસ્તી કોપી નથી. તમને જણાવી દઇએ કે, કંગના રનૌત (Kangana Ranaut) અને રંગોલી ચંદેલ (Rangoli Chandel) અનેક વાર તાપસીને કંગનાની 'સસ્તી કોપી' કહીને ટાર્ગેટ કરી ચૂક્યા છે.


સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં આવ્યાં મોટા સમાચાર, રિયા ચક્રવર્તીની વધશે મુશ્કેલીઓ


શું છે મામલો?
તમને જણાવી દઇએ કે, બોલીવૂડ (Bollywood) એક્ટ્રેસ તાપસી પન્નૂ (Taapsee Pannu) અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો પર ઇન્કમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. આઇટી વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોનો દાવો છે કે, આ કાર્યવાહીમાં અત્યાર સુધી 650 કરોડ રૂપિયાથી વધારે નાણાકીય અનિયમિતતાઓની જાણકારી મળી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube