Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય શો છે. લગભગ 14 વર્ષથી ચાલતા આ શોની ટીઆરપી હંમેશા હાઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શોમાંથી અનેક કલાકારોની વિદાય થઈ છે. હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ડાઈરેક્ટ કરી રહેલા માલવ રાજડાએ પણ શોને અલવિદા કરી દીધી. એવું કહેવાય છે કે તેની અસર ટીઆરપી પર થઈ શકે છે. પરંતુ આ વાતથી શોનો ભાગ રહી ચૂકેલી રિટા રિપોર્ટર એટલેકે પ્રિયા આહુજાએ અસહમતિ  જતાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટી રહી છે ટીઆરપી!
પ્રિયા આહુજા શોના ડાઈરેક્ટર માલવ રાજડાની પત્ની છે અને તે પણ એક સમયે શોમાં કામ કરી ચૂકી છે. તારક મહેતા...શોમાંથી અગાઉ શૈલેષ લોઢા, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, રાજ અનડકટ જેવા અનેક મોટા કલાકારો અલવિદા લઈ ચૂક્યા છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ફેન્સની ફેવરિટ શોની યાદીમાં જળવાઈ રહ્યો હતો. જો કે અનેકવાર એવા સવાલ ઉઠ્યા કે હવે શોમાં એ દમ નથી. જ્યાં શોથી આ ફેમસ કલાકારોનું જવું મેકર્સ માટે ચિંતાની વાત રહી ત્યાં ફેન્સને પણ એ લાગ્યું કે હવે શોની ટીઆરપી  પહેલા જેવી નહીં રહે.


શોની ઘટતી ટીઆરપી પર માલવની પત્ની પ્રિયાએ કહ્યું કે શોની ક્વોલિટીમાં કોઈ ઘટાડો થયો નથી. પરંતુ આ બધુ જોનારાના દ્રષ્ટિકોણના ફરકના કારણે થયું છે. ટીઓઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયાએ  કહ્યું હતું કે મને ક્યારેય આ ટીઆરપીની નંબર ગેમ સમજમાં આવી નથી. પરંતુ હું નથી માનતી કે તારક મહેતા...સિરિયલ બંધ થવાના કગારે છે. 


જ્યારે બબીતાજીએ કર્યો હતો આઘાતજનક ખુલાસો, 'તે વ્યક્તિએ મારા અન્ડરપેન્ટ્સમાં હાથ...


21 વર્ષની આ હોટ હસીનાએ કેમેરાની સામે જ બદલ્યા કપડાં, વીડિયો જોઈને પાગલ થઈ જશો


Taarak Mehta માંથી 14 વર્ષે કહ્યું અલવિદા,હીટ કરવામાં હતો મોટો હાથ


ઓટીટી તરફ લોકો ઝૂક્યા
શોની ક્વોલિટીના સપોર્ટમાં પ્રિયાએ કહ્યું કે ટીઆરપી ઉપર નીચે થતી રહે છે કારણ કે આજકાલ લોકો ટીવી સિરિયલ્સ સિવાય અનેક કાર્યક્રમ જુએ છે. આજકાલ લોકો એક નિર્ધારિત સમય પર ટીવી પર શો જોવાની જગ્યાએ એપ્સ પર જઈને પોતાની સગવડ પ્રમાણે જોવાનું પસંદ કરે છે. દરેક જણ પોતાના કામમાંથી ફ્રી થઈને પોતાની ઇચ્છા મુજબ શો કે ફિલ્મો જોવાનું પસંદ કરે છે. 


દિશા વાકાણીના શો છોડવા ને તેમના રિપ્લેસમેન્ટ પર પ્રિયાએ કહ્યું કે એ વાત સાચી છે કે કેટલાક કેરેક્ટર એવા હોય છે જે દર્શકો પર અલગ જ છાપ છોડે છે. લોકો તે કેરેક્ટરના ડિવોટી થઈ જાય છે. પરંતુ મને લાગે છે કે લોકો તેનાથી વધુ શો માટે સમર્પિત છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube