નવી દિલ્લીઃ ટીવીના ફેમસ અભિનેત્રી દયાબેન આજે પોતાના 44માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. દિશા વાકાણીએ ગુજરાતી થિયેટર, હિન્દી ફિલ્મમાં નાના-મોટા રોલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જોકે પોતાના કેરિયરમાં સૌથી વધુ ફેમસ તેઓ દયાબેનના રોલથી થયા. તારક મહેતા કા ઉલ્ટા ચશમાના શોને દયા બેનને છોડે 5 વર્ષ થયા છે. પરંતુ હજી પણ લોકો તેમના વાપસીની રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી મેકર્સ દિશા વાકાણીને શોમાં પરત લાવી શક્યા નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ દર્શકોને મળશે મનોરંજનનો ડબલ ડોઝ, આવી રહી છે Hrithik અને Prabhas ની આ મોટી ફિલ્મો

ટેલિવુડમાં ગુજ્જુનો દબદબો-
દિશા વાકાણી મૂળ ગુજરાતી છે. તેમનો જન્મ 14 ઓગસ્ટ 1978માં અમદાવાદમાં ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેમણે ગુજરાત કોલેજથી ડ્રેમેટિક ગ્રેજ્યુએશન કર્યુ છે. દિશા વાકાણીએ પોતાના કેરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. ત્યાર બાદ તેમણે ટીવી સિરિયલ્સમાં કામ કર્યુ. દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશમાના શો પહેલા શુભ મંગલ સાવધાન, ખિચડી, ઈન્સ્ટન્ટ ખિચડી, હીરો ભક્તો હી શક્તિ હૈ અને આહટ સહિતના શોટમાં કામ કર્યુ છે. સાથે જ દિશા વાકાણી વર્ષ 2014માં CIDમાં પણ જોવા મળ્યા હતા. 

આ પણ વાંચોઃ  Parenting Tips: શું તમે પણ તમારા બાળકની નખ ચાવવાની આદતથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ

શાહરુખ સાથે પણ કર્યુ છે કામ-
દિશા વાકાણી મોટા પડદા પર પણ પોતાની કિસ્મત અજમાવી ચૂક્યા છે. તેઓ શાહરુખ ખાનની ફિલ્મ દેવદાસમાં નજરે પડ્યા હતા. સાથે જ તેમણે જોધા અકબદર, મંગલ પાંડે ધ રાઈઝિંગ, લવ સ્ટોરી 2050 સહિતની ફિલ્મમાં સ્પોર્ટિંગ રોલમાં કામ કર્યુ છે. જોકે આ ફિલ્મમાં તેમને ઓળખ મળી ન હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશમા શો દિશા વાકાણીના કેરિયરનું ટર્નિંગ પોઈન્ટ હતુ. જોકે વર્ષ 2017માં માતા બનતા તેમણે આ શોને અલવિદા કહ્યું હતુ. 

આ પણ વાંચોઃ  ચીકની ચમેલી જેવી કમર બનાવવી છે? તો ખોરાકમાં ખાસ રાખો આ વાતનું ધ્યાન

સૌથી મોઘુ સ્ટાર્સમાં સામેલ છે દિશા વાકાણી-
ટીવી જગતના સૌથી મોંઘા સ્ટાર્સની યાદીમાં દિશા વાકાણી સામેલ છે. તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશમાના એક એપિસોડના દોઢ લાખ રૂપિયા લેતા હતા. દિશા વાકાણીની નેટ વર્થની વાત કરીએ તો તેમની પાસે વર્ષ 2021માં 37 કરોડની સંપતિ હતી. દિશા વાકાણીએ 2015માં મુંબઈના CA મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં આ કપલને બે બાળકો છે.

આ પણ વાંચોઃ  વધુ પડતી ડુંગળી ખાવાથી થઈ શકે છે આ મોટી તકલીફો, ઘણાં લોકો એટલે જ નથી ખાતા ડુંગળી

આ પણ વાંચોઃ  Coffee ના શોખીનો સાવધાન! વધુ પડતી કોફી પીવાથી જઈ શકે છે આંખોની રોશની! જાણો રિસર્ચમાં શું આવ્યું

આ પણ વાંચોઃ  વરસાદી પાણી અંગે રિસર્ચમાં થયો મોટો ખુલાસો! જાણી લેજો નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ!

આ પણ વાંચોઃ  શું હાલ તમારા ઘરમાં બધા પડી રહ્યાં છી બીમાર? ગભરાવાને બદલે આટલી બાબતોનું રાખો ધ્યાન