Coffee ના શોખીનો સાવધાન! વધુ પડતી કોફી પીવાથી જઈ શકે છે આંખોની રોશની! જાણો રિસર્ચમાં શું આવ્યું
એક રિસર્ચ અનુસાર 3થી વધુ કૉફી પીવાવાળા લોકોમાં એક્સફોલિએશન ગ્લૂકોમાની ખતરો વધી જાય છે. જ્યારે શરીરમાં લિક્વિડનું નિર્માણ થાય છે ત્યારે મોતિયાની પણ તકલીફ થાય છે.
Trending Photos
નવી દિલ્લીઃ વિશ્વમાં મોટા પ્રમાણમાં એવા લોકો છે જેઓને કોફી પીવાનો શોખ હોય છે. બીજી કોઈ પણ ડ્રિંક સિવાય તે લોકો કોફી પીવાનું વધુ પસંદ કરે છે. સવારના સમયે સ્ટ્રોંગ કોફી પીવે છે. એક કપ કોફી આપને ઉર્જા આપી શકે છે. ઘણા લોકો ઓફિસમાં ફ્રેશ થવા માટે કામ દરમિયાન અથવા મીટિંગ દરમિયાન પણ કોફીને પસંદ કરે છે. કેટલાક લોકો સાંજના 6 અથવા 7 વાગ્યે કોફી પીવે છે. એક કપ કોફી આપને ઉર્જાવાન રાખવાનું કામ કરે છે. પરંતુ કોફી આપના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. મોડી સાંજે કોફી પીવાથી ના માત્રા આપની ઉંઘ પર અસર પડે છે પણ આ સિવાય ગંભીર તકલીફો પણ આપને થઈ શકે છે. એક રિસર્ચ અનુસાર વધુ પડતી કોફી પીવાથી આંખોને ગંભીર નુકસાન થઈ શકે છે.
રિસર્ચ અનુસાર-
એક રિપોર્ટ અનુસાર વધુ કૉફી પીવાથી મોતિયાબિંદની તકલીફ થઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં સમય પર ઈલાજ ના થાય તો વિઝન બંધ પણ થઈ શકે છે. એક્સપર્ટર્સના અનુસાર કૉફીમાં વધુ માત્રામાં કેફેન હોય છે. એટલે દિવસનો એક કે પછી બે કપ કૉફી પીવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો આપ રોજની એક કે પછી બે કપથી વધારે કોફી પીવો છો તો મોતિયો આવી શકે છે. કોફીમાં કેફેન આવે છે જે બ્લડપ્રેશરને વધારે છે. જેથી આંખો પર દબાવ વધે છે. અને આંખો પર સતત દબાવ આવતા મોતિયો આવી શકે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલે એક રિસર્ચ કરી હતી. તેમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા જે રોજે રોજ 3 અથવા તેનાથી પણ વધારે કૉફી પીવે છે. એટલું જ નહીં જે લોકો ખુબ વધારે કોફી પીતા હોય છે તેમની આંખોને કાયમ માટે નુકસાન થઈ શકે છે.
એક રિસર્ચ અનુસાર 3થી વધુ કૉફી પીવાવાળા લોકોમાં એક્સફોલિએશન ગ્લૂકોમાની ખતરો વધી જાય છે. જ્યારે શરીરમાં લિક્વિડનું નિર્માણ થાય છે ત્યારે મોતિયાની પણ તકલીફ થાય છે. તેનાથી આંખોની ઓપ્ટિક નસો પર દબાવ વધે છે. જોકે એવુ જરૂરી નથી કે વધુ કૉફી પીવાથી મોતિયો આવે છે. આ રિસર્ચમાં સામેલ કરવામાં આવેલા લોકોને ગ્લૂકોમાની ફેમિલી હિસ્ટ્રી હતી. જો આપ કૉફીના સેવન પર નિયંત્રણ રાખો છો તો તેના ફાયદા પણ છે. તેના એટીઑક્સીડેંટ ગુણ પણ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે