નવી દિલ્હી: નાના પડદાનો સૌથી લોકપ્રિય ટીવી શો 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) તાજેતરના એપિસોડમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો. ગોકુલધામ સોસાયટીના તમામ લોકો આ નાટકના પ્રત્યક્ષદર્શી બન્યા છે. હકીકતમાં, જ્યારે દરેક રેસ્ટોરન્ટમાં આયોજીત પાર્ટીમાં જમવા ગયા ત્યારે પુરૂષોએ કોલ્ડ ડ્રિંકની એક મોટી બોટલમાં દારૂ મિક્સ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઘાની હાલત કેવી કથળી?
પુરૂષ મંડળીના બધા લોકો તેનો આનંદ માણવા જઇ રહ્યા હતા, પરંતુ ચીલી પનીર (Chilli Paneer) ખાધા પછી, તેના મોઢની તીખાસને શાંત કરવા ઉતાવળમાં, બાઘાએ તમામ ઠંડા પીણા પીધા. ત્યારબાદ આ દારૂની અસર બાઘા પર થવા લાગી હતી. બાઘાએ સંગીત વિના ફ્લોર પર નૃત્ય કરવાનું શરૂ કર્યું અને જેઠાલાલ (Jethalal), મહેતા ભાઇ, બાપુજી અને અન્યને તેનું કારણ જાણવા પહોંચ્યા તો વિચિત્ર લાગ્યા હતા.


આ પણ વાંચો:- BIGG BOSS 15: આ વખતે અલગ અંદાજમાં જોવા મળશે બિગ બોસ, સલમાને શેર કર્યો પ્રથમ પ્રોમો વીડિઓ


બાઘા પર ચઢ્યું શાહરૂખ ખાનનું ભૂત
પહેલા તો બાઘા આ વાત પર ભાવુક થઈ જાય છે કે, તેને બધા ડાન્સ ફ્લોર છોડી રૂમમાં જવા માટે કહી રહ્યા છે. આ સિવાય સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) નકલ કરતી વખતે તેણે વાત શરૂ કરી હતી. બાઘા પર શાહરૂખ ખાનનું એવું ભૂત ચઢ્યું હતું કે દરેક વાત તે શાહરૂખ ખાનના અંદાજમાં કહી રહ્યો હતો. આ સિવાય તેણે આંગળીથી ગાલમાં ડિમ્પલ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube