મુંબઇ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના સેટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં શોમાં ટપ્પૂનો રોલ નિભાવનાર રાજ અનડકટની વિદાઈ થઈ શકે છે. જી હાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટૂંક સમયમા જ રાજ અનડકટ શોને છોડી રહ્યો છે અને હવે લોકો તેની પાછળનું કારણ મુનમુન દત્તા હોવાનું જણાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્યન ખાનને મુંબઇ ડ્રગ્સ કેસમાં મળી મોટી રાહત, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય


શો છોડી શકે છે ટપ્પૂ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. શોમાં એવા ઘણા કલાકારો છે જે વર્ષોથી આ શોનો હિસ્સો છે. એક કારણ એ પણ છે કે, આ શોએ તેમના સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં ઓળખ અપાવી છે. શોમાં ટપ્પુ (Tappu) નો રોલ નિભાવનાર રાજ અનડકટ (Raj Anadkat) ને લઇને એક મોટો અપડેટ સામે આવ્યા છે. સમાચાર છે કે, ટૂંક સમયમાં સિટકોમને બાય-બાય કહી શકે છે. આ મામલે શોના નિર્માતા અસિત કુમાર મોદી ( Asit Kumarr Modi) નું પણ નિવેદન સામે આવ્યું છે.


Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક


2017 માં થઈ હતી એન્ટ્રી
રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ટપ્પૂ (Tappu aka Raj Anadkat) એ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. વર્ષ 2017 માં રાજ શોનો હિસ્સો ત્યારે બન્યો જ્યારે ભવ્ય ગાંધી (Bhavya Gandhi) એ ટપ્પૂના રોલને આગળ નિભાવવાથી ઇનકાર કર્યો હતો. કોઈમોઈના એક રિપોર્ટ અનુસાર ટપ્પૂ ટૂંક સમયમાં શોને ક્વિટ કરી શકે છે.


આ સુંદરી છે Ruturaj Gaikwad ના સપનાની મલિકા, જેના પ્રેમમાં થયો ક્લીન બોલ્ડ


ટીમ સાથે ચાલી રહી છે ખટપટ!
રિપોર્ટમાં એક નજીકના સૂત્રના અહેવાલ આપતા કહેવામાં આવ્યું છે કે રાજની યાત્રા ખાટી-મીઠી રહી છે. ઘણી વખત એવું પણ થયું છે કે ટીમે તેની સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તે બધુ કામ કરી રહ્યું નથી. ના તો તે લાંબો સમય સુધી રહેવા તૈયાર છે અને ના કાસ્ટ અને ક્રૂ તેને રોકાવવા માટે કહી રહ્યા છે.


ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, જાણો કોણ કોણ છે તેમના પરિવારમાં; બાળકો સાથેની તસવીરો વાયરલ


શું કહ્યું- આસિત કુમાર મોદીએ
જો કે, આ મામલે હજુ સુધી રાજ અનડકટ તરફથી કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. ત્યારે આ મામલે જ્યારે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે તેમને રાજના શો છોડવાને લઇને કોઈ અપડેટ નથી. તેમણે ટૂંકમાં કહ્યું- મને કંઈ ખબર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube