આ સુંદરી છે Ruturaj Gaikwad ના સપનાની મલિકા, જેના પ્રેમમાં થયો ક્લીન બોલ્ડ

નવી દિલ્હી: હાલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) ના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) અને મરાઠી એક્ટ્રેસ (Marathi Actress) સાયલી સંજીવ (Sayali Sanjeev) ના પ્રેમની ચર્ચા ઘણી થઈ રહી છે. બંનેની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝથી એવા અણસાર મળી રહ્યા છે, પરંતુ મીડિયામાં સમાચાર વાયરલ થયા બાદ ઋતુરાજે સાયલી સાથેની તેની નિકટતાની પુષ્ટિ કરી નથી. અમે તમને જણાવી રહ્યા છે કે સાયલી કોણ છે અને તે આટલી ફેમસ કેમ છે.

1993 માં સાયલીનો જન્મ

1/6
image

સાયલી સંજીવ (Sayali Sanjeev) નો જન્મ 31 જાન્યુઆરી 1993 ના મહારાષ્ટ્ર (Maharashtra) ના ધુલે (Dhule) માં થયો હતો. તેણે સ્કૂલનો અભ્યાસ નાસિક (Nashik) ના RJC Bytco High School માંથી કર્યો છે.

કોલેજ સમયથી એક્ટિંગનો શોખ

2/6
image

સાયલી સંજીવ (Sayali Sanjeev) એ નાસિક (Nashik) ના HPT Arts and RYK Science College માંથી BA Politics ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેણે કોલેજ ટાઈમમાં કોલેજ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ તેણે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. તેણે Swarovski Gems, Dentzz, Quikr અને Birla Eyecare માટે પણ મોડલિંગ કર્યું છે.

ટીવી પર પ્રથમ એન્ટ્રી

3/6
image

સાયલી સંજીવ (Sayali Sanjeev) ટીવ પર સૌથી પહેલા એક મ્યૂઝિક વીડિયોમાં આવી હતી જેમાં તેની સાથે સુશાંત શેલાર હતા, તે 9x Jhakaas Top Contest ની ટોપ-10 બેસ્ટ એક્ટ્રેસમાં સામેલ હતી.

મોડલિંગ દ્વારા ફિલ્મમાં એન્ટ્રી

4/6
image

મોડલિંગની શરૂઆત કર્યા બાદ સાયલી સંજીવ (Sayali Sanjeev) એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં રાજુ પાર્સેકરની મૂવી 'પોલીસ લાઈન્સ- એક પૂર્ણ સત્ય' સામેલ હતી. આ ફિલ્મમાં સંતોષ જુવેકર (Santosh Juvekar) એ પણ એક્ટિંગ કરી હતી. આ ઉપરાંત તેમણે અટપાડી નાઈટ્સ, મન ફકીરા, એબી એન્ડ સીડી અને ધ સ્ટોરી ઓફ પેથાની જેવી ફિલ્મ પણ કરી.

'કાહે દિયા પરદેશ' થી મળી ઓળખ

5/6
image

સાયલી સંજીવ (Sayali Sanjeev) ને ઝી મરાઠી ( Zee Marathi) ની ટીવી સીરિઝ 'કાહે દિયા પરદેશ' (Kahe Diya Pardes) દ્વારા ઘણી ઓળખ મળી હતી, તેના પાત્ર 'ગૌરી'ને લોકોએ ઘણું પસંદ કર્યું હતું.

નાના પરદા પર મોટી કમાલ

6/6
image

સ્મોલ સ્ક્રીન પર પરફેક્ટ પતિ, ગુલમોહર જેવા શો દ્વારા સાયલી સંજીવ (Sayali Sanjeev) ને ઘણી સફળતા મળી. હાલમાં જ તેણે શુભમંગલ ઓનલાઈન ટીવી સીરિઝમાં એક્ટિંગ કરી છે.