નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા ઘણા સમયથી શોમાં જોવા મળતી નથી. બબીતાજીનું આ રીતે શોમાંથી ગાયબ થઈ જવું લોકોને ગમતું નથી અને તેઓ સમજવા લાગ્યા છે કે હવે આ અભિનેત્રીની શોમાંથી વિદાય થઈ ગઈ છે. જો કે આ મુદ્દે હવે બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પોતે જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુનમુન દત્તાએ આપ્યો આ જવાબ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાના વિશે થઈ રહેલી અટકળો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ પ્રકારના ખોટા રિપોર્ટંગે તેમના જીવન પર નકારાત્મક અસર નાખી. 


શૂટ ન હોય તો કેવી રીતે જાત
મુનમુન દત્તાએ શૂટિંગ નહીં કરવાના રિપોર્ટ્સને સંપૂર્ણ રીતે ફગાવ્યા છે. ઈટાઈમ્સ સાથે વાત કરતા મુનમુન દત્તાએ કહ્યું કે 'છેલ્લા બે ત્રણ દિવસમાં એવી ખોટી વાતો જણાવવામાં આવી કે જેની મારી જિંદગી પર નકારાત્મક અસર પડી. લોકો કહે છે કે મે શોના સેટ પર રિપોર્ટ કર્યું નથી. આ ખોટું છે. સાચુ તો એ છે કે શોના ટ્રેકમાં મારી જરૂર જ નહતી આથી મને શૂટિંગ માટે બોલાવવામાં આવી નથી.'


હું ખુદ જાહેરાત કરીશ
અભિનેત્રીનું કહેવું છે કે સીન અને આગામી ટ્રેક પ્રોડક્શન નક્કી કરે છે. હું નક્કી કરતી નથી. હું ફક્ત કામ પર જઉ છું. મારું કામ કરું છું અને પાછી આવી જાઉ છું. સ્પષ્ટ છે કે જો સીનમાં મારી જરૂર નહીં પડે તો હું શૂટિંગ નહીં કરું. મુનમુન દત્તાએ કહ્યું કે જો હું શોને અલવિદા કરવાની યોજના બનાવી રહી છું તો તેની જાહેરાત હું પોતે કરીશ. કારણ કે દર્શકો મારા પાત્ર સાથે જોડાયેલા છે. અટકળોની જગ્યાએ તેમને સચ્ચાઈ જાણવાનો હક છે. 


Raj Kundra Case: પતિની ધરપકડ પર Shilpa Shetty એ મૌન તોડ્યું, કહ્યું- બનેવી કરતો હતો ગંદુ કામ


મિશન કૌવાનો ભાગ ન હતી મુનમુન
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસથી કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યારબાદ તમામ કલાકારો અને ક્રુ સભ્યોને દમણ શિફ્ટ કરાયા. અહીં શૂટ થયેલા એપિસોડ મિશન કાલા કૌવામાં મુનમુન દત્તા હિસ્સો નહતી. ત્યારથી એવી અટકળો થઈ રહી હતી કે તેણે શો છોડી દીધો છે. 


Raj Kunda ની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ પહેલીવાર કરી પોસ્ટ, પડકારો વિશે કરી મોટી વાત


મુનમુન વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ
મુનમુન દત્તા તાજેતરમાં જ એક વિવાદમાં ફસાઈ હતી. હકીકતમાં સોશિયલ મીડિયા પર તેણે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેના વિરુદ્ધ હરિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણ બાદથી અભિનેત્રી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર જોવા મળી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube