તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવી રહેલી મુનમુન દત્તા વિશે એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જાણીને દંગ રહી જશો. રિપોર્ટ મુજબ મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીએ તારક મહેતામાં ટપ્પુની ભૂમિકા ભજવી ચૂકેલા એક કલાકાર સાથે સગાઈ કરી છે. 36 વર્ષની મુનમુન દત્તા અને 27 વર્ષના રાજ અનડકટ વચ્ચે 9 વર્ષનું અંતર છે. રિપોર્ટ મુજબ બંનેએ મહિનાની શરૂઆતમાં જ પોત પોતાના પરિવારની હાજરીમાં એકબીજાને રિંગ પહેરાવી છે. જો કે પછી મુનમુન દત્તાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક લોકપ્રિય શો છે જેને જોવાનું લોકો ખુબ પસંદ કરે છે. તેના દરેક પાત્રએ લોકોના મન પર એક અમીટ છાપ  છોડી છે. મુનમુન દત્તા શોમાં બબીતાજીની ભૂમિકા ભજવે છે. જ્યારે રાજ અનડકટે દિલીપ જોશી એટલે કે જેઠાલાલના પુત્ર ટપ્પુની ભૂમિકા ભજવી હતી. પરંતુ વર્ષ 2022માં તેણે શો છોડી દીધો હતો. શોમાંથી તેની વિદાય બાદ બંનેના લવ અફેર્સની અટકળો ઉડી હતી. 


શેરબજારમાં અફરાતફરી, રોકાણકારો રાતા પાણીએ રડ્યા, 21 લાખ કરોડ રૂપિયા સ્વાહા


ન્યૂઝ 18ના રિપોર્ટમાં કલાકારોના નીકટના સૂત્રને ટાંકીને કહેવાયું છે કે મુનમુન દત્તા અને રાજે મુંબઈની બહાર ખુબ જ સાદાઈથી સગાઈ કરી લીધી છે. સૂત્રએ એમ પણ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ છે. મુનમુન અને રાજના પરિવારજનોએ તેમના સંબંધને સ્વીકારી લીધો છે અને તેઓ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. 


રાજ અનડકટ તારક મહેતા શોમાંથી વિદાય થયો ત્યારબાદથી બંને ડેટિંગ કરી રહ્યા છે. સેટ ઉપર પણ બધા તેમના સંબંધ વિશે જાણતા હોવાનું કહેવાય છે. તેમના સંબંધ વિશે સૌથી પહેલા 2021માં જાણ થઈ હતી પરંતુ તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે તેમના અંગત જીવન વિશે કોઈ અટકળો ન કરે. 


મુનમુન દત્તાનો જવાબ!
મુનમુન દત્તા કે રાજ અનડકટે આ વહેતી થયેલી ખબરો પર શું કહ્યું તે અંગે કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી પરંતુ છેલ્લે મળતી માહિતી મુજબ ઈન્ડિયા ફોરમના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અભિનેત્રીનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે આવી ખબરો સાવ  બકવાસ છે. અભિનેત્રીએ કહ્યું કે તે આ પ્રકારની વાહિયાત વાતો પર પોતાની એનર્જી વેસ્ટ કરવા માંગતી નથી. તેમાં એક ટકાની સચ્ચાઈ નથી. હું આ પ્રકારના સમાચારો પર મારી એનર્જી અને અટેન્શન વેસ્ટ કરીશ નહીં. 


ખોટો નિકળ્યો રિપોર્ટ!
અત્રે જણાવવાનું કે થોડા કલાકો પહેલા જ એવા મીડિયા રિપોર્ટ હતા કે રાજ અનડકટ અને મુનમુન સેને ગૂપચૂપ રીતે સગાઈ કરી લીધી છે. પણ હવે મુનમુન દત્તાના આ નિવેદન બાદ ખુલાસો થઈ ગયો કે આ વાતમાં સત્ય નથી. 


Video: 87 વર્ષના સસરાને પુત્રવધુએ લાકડીથી ઢોર માર માર્યો, વીડિયો જોઈ લોહી ઉકળી જશે


અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો પહેલો એપીસોડ  28 જુલાઈ 2008ના રોજ ઓન એર થયો હતો. ત્યારથી આ શો લોકપ્રિય બનેલો છે. અત્યાર સુધીમાં 4000થી વધુ એપીસોડ ટેલિકાસ્ટ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube