Shocking Video: સસરા પિતાતુલ્ય નહીં? 87 વર્ષના સસરાને પુત્રવધુએ લાકડીથી ઢોર માર માર્યો, વીડિયો જોઈ લોહી ઉકળી જશે

મહિલાએ પીડિતને લાકડીથી માર્યા. આ ઘટનાને કારણે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા છે. મેંગલુરુમાં વાયરલ વીડિયોની લોકો ખુબ ટીકા કરી રહ્યા છે અને વૃદ્ધને ન્યાય અપાવવાની માંગણી પણ કરવામાં આવી છે. મેંગલુરુમાં રહેતા પદ્મનાભ સુવર્ણા હાલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

Shocking Video: સસરા પિતાતુલ્ય નહીં? 87 વર્ષના સસરાને પુત્રવધુએ લાકડીથી ઢોર માર માર્યો, વીડિયો જોઈ લોહી ઉકળી જશે

સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા એક વૃદ્ધ વ્યક્તિને લાકડીથી મારતી જોવા મળે છે. મળતી માહિતી મુજબ સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં મેંગલુરુના કુલશેખરમાં 87 વર્ષના વ્યક્તિ પદ્મનાભ સુવર્ણાને તેમના વહુ ઉમા શંકરીએ નિર્દયતાથી ઢોર માર માર્યા.

આ ઘટના 9 માર્ચની છે અને મહિલાએ પીડિતને લાકડીથી માર્યા. આ ઘટનાને કારણે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા છે. મેંગલુરુમાં વાયરલ વીડિયોની લોકો ખુબ ટીકા કરી રહ્યા છે અને વૃદ્ધને ન્યાય અપાવવાની માંગણી પણ કરવામાં આવી છે. મેંગલુરુમાં રહેતા પદ્મનાભ સુવર્ણા હાલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

— Versha Singh (@Vershasingh26) March 12, 2024

આરોપી ઉમા શંકરી જે હાલ અટાવરમાં વીજળી આપૂર્તિ કરનારી કંપનીમાં એક અધિકારી તરીકે કાર્યરત છે. આરોપી મહિલાની પીડિતની પુત્રી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આરોપી મહિલાનો પતિ વિદેશમાં કામ કરે છે. આ ઘટનાથી સ્થાનિક સમુદાય આઘાતમાં છે. 

અટ્ટાવરમાં કર્ણાટક વિદ્યુત બોર્ડ (કેઈબી)માં એક અધિકારી તરીકે કાર્યરત ઉમા શંકરીને પીડિતની પુત્રીની ફરિયાદના આધારે તરત જ પકડવામાં આવી હતી. સુવર્ણાની સારવાર કરનારા ડોક્ટરોએ પીટીઆઈને જણાવ્યું કે પીડિતના શરીર પર અનેક ઈજાઓ હતી જેમાં માથાની ઈજા પણ સામેલ હતી. જે તેમને હુમલાના સ્થઆન પર લાકડીના સોફ પર પડ્યા દરમિયાન થઈ હતી. 

આવા આઘાતજનક બનાવો જોતા એમ થાય છે કે આધુનિકતાના રાગ આલાપતા લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે. વડીલોની સેવાચાકરી, માન સન્માન જાળવવું એ બધુ ક્યાં ગાયબ થઈ રહ્યું છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news