શેરબજારમાં અફરાતફરી, રોકાણકારો રાતા પાણીએ રડ્યા, 21 લાખ કરોડ રૂપિયા સ્વાહા
ડિફેન્સ, શિપિંગ અને રેલવે શેરોમાં પણ તગડી નફાવસૂલી થઈ. 7 માર્ચથી 13 માર્ચ સુધીના આંકડા મુજબ રોકાણકારોના લગભગ 21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં ચાલી રહેલી વેચાવલીની લીડ મિડ સ્મોલકેપ સેક્ટર કરતા જોવા મળ્યા.
Trending Photos
શેરબજારમાં નવો ઓલ ટાઈમ હાઈ બન્યો, રોકાણકારો માલમાલ થયા અને પછી માર્કેટ થયું કડડભૂસ. ઉપરી સ્તરોથી આવેલી વેચાવલીથી સૌથી વધુ મિડકેપ અને સ્મોલકેપ સેક્ટર તૂટ્યા. સેક્ટરોલ દ્રષ્ટિકોણથી જોઈએ તો તેમાં રિયાલ્ટી, ફાર્મા મેટલ સહિત ઓટો અને અન્ય પણ સામેલ છે. ડિફેન્સ, શિપિંગ અને રેલવે શેરોમાં પણ તગડી નફાવસૂલી થઈ. 7 માર્ચથી 13 માર્ચ સુધીના આંકડા મુજબ રોકાણકારોના લગભગ 21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં ચાલી રહેલી વેચાવલીની લીડ મિડ સ્મોલકેપ સેક્ટર કરતા જોવા મળ્યા. તો શું મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં બંપર તેજીનો ફુગ્ગો ફૂટી ગયો?
મિડકેપ સેક્ટરમાં વેચાવલી
13 માર્ચની તારીખે બજારમાં ભારે વેચાવલી નોંધાઈ. સારા ગ્લોબલ સંકેતો અને મોંઘવારી દરમાં આવેલા ઘટાડા છતાં પ્રમુખ ઈન્ડેક્સ 5-6 ટકા સુધી તૂટી ગયા. 23 જાન્યુઆરી 2024 બાદ પહેલીવાર નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં સૌથી મોટો ઈન્ટ્રાડે ઘટાડો નોંધાયો. ખાસ વાત એ છે કે ઈન્ડેક્સમાં છેલ્લા 35 ટ્રેડિંગ સેશન્સમાંથી 25 સેશન્સમાં ઘટાડો જોવા મળ્યો.
મિડકેપ સ્ટોક્સની તેજી થઈ ફૂસ્સ?
મિડકેપ શેરોમાં ઘટાડાની 8 ફેબ્રુઆરીથી અત્યાર સુધીના આંકડા પર નજર નાખીએ તો ટ્રેડર્સના પસંદગીના શેરોને નજર લાગી ગઈ છે. Paytm, NHPC, IRFC, FACT જેવા શેર 20 ટકાથી વધુ તૂટ્યા. જ્યારે PB Fintech, APL Apollo Tubes, Tata Chemicals સહિત અન્યમાં 16 ટકા સુધી મજબૂતી નોંધાઈ છે.
સ્મોલકેપ સેક્ટરના શું છે હાલ?
મિડકેપ સાથે સ્મોલકેપ સેક્ટરના પણ ખરાબ હાલ છે. Nifty SmallCap 100 ઈન્ડેક્સ 12 ફેબ્રુઆરી 2024 બાદ સૌથી મોટો ઈન્ટ્રાડે ઘટાડો નોંધાયો. ઈન્ડેક્સ ગત 22 ટ્રેડિંગ સેશન્સમાંથી 15 સેશન્સમાં નેગેટિવ રહ્યો જ્યારે 8 ફેબ્રુઆરીના રેકોર્ડ સ્તરથી સ્મોલકેપ ઈન્ડેક્સ 14 ટકા સુધી તૂટ્યો છે.
સ્મોલકેપ શેરોના હાલ
નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં સામેલ શેરોમાં IIFL Fin, SJVN, NBCC India જેવા ટ્રેડર્સ ફ્રેન્ડલી શેર 8 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 35 ટકા સુધી તૂટ્યા છે. જ્યારે Natco Pharma, KEC Int સહિત Glenmark Pharma માં 10 ટકા સુધી ની જ તેજી જોવા મળી.
રોકાણકારોને ભારે નુકસાન
શેરબજારમાં ઉપરી સ્તરોમાં વેચાવલીના પગલે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. ફક્ત 4 કારોબારી સેશનમાં 21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટીને 371.21 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે 7 માર્ચના રોજ બજાર બંધ થયા બાદ 392.81 લાખ કરોડ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે આ દરમિયાન પહેલીવાર નિફ્ટી 22,526 અને સેન્સેક્સ 74,245 ના રેકોર્ડ સ્તરને પણ સ્પર્શી ગયા. જે નવું ઓલ ટાઈમ હાઈ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે