તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર અસિત મોદી પર તાજેતરમાં શારીરિક શોષણનો આરોપ લાગ્યો હતો. હવે આ કેસમાં અસિત મોદી અને અન્ય બે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર કલાકાર જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર પર શારીરિક સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે અસિત સાથે જ શોના એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને હવે આ મામલે ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ પવઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રમાણી અને એક્ઝીક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ કેસ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ શોના કલાકાર તરફથી કરાયેલી ફરિયાદના આધારે દાખલ કરાયો છે. હાલ આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી. 


જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો અને પોતાની વાત સોશિયલ સાઈટ પર વીડિયો દ્વારા શેર કરી હતી. હવે એફઆઈઆર દાખલ થતા અસિત મોદી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. 


બોબી દેઓલે શેર કર્યા ભત્રીજાના લગ્નના જોરદાર ફોટા, કેપ્શનથી ઉભરાયું સોશ્યિલ મીડિયા


Salman Khan: ભાઈજાનની તબીયત બગડી! સલમાન ખાનને અચાનક શું થઈ ગયું? ચાહકો ચિંતામાં


ફિલ્મ કલાકારો પણ રૂપિયા આપે છે ઉધાર, બિઝનેસમાં રોકાણ કરી કરે છે લાખોની કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube