ટોચના બોલિવૂડ સ્ટારની પત્નીએ એકાએક ઉતરાવી લીધા પોતાના તમામ વાળ ! કારણ કે...
આ તસવીર જોઈને સોનાલી બેન્દ્રે અને દીપિકા પાદુકોણે તેને મજબૂત ટેકો આપ્યો છે
મુંબઈ : બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીનો સામનો કરી રહી છે. તાહિરા હાલમાં બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની રહી છે અને એ માટે કિમોથેરપીની ટ્રીટમેન્ટ લઈ રહી છે. આ સારવારને પગલે તાહિરાના વાળ બહુ ઝડપથી ખરી રહ્યા છે. આ સંજોગોમાં તાહિરાએ બાલ્ડ લુક ધારણ કરીને એની તસવીર શેયર કરી છે. તાહિરાની આ તસવીરે બધાને ચોંકાવ્યા છે. જોકે કેટલાક લોકોએ તાહિરાએ છે અને તે હિંમત સાથે આ બીમારીની વિરુદ્ધ લડી રહી છે. અંતિમ કીમોથેરિપી પહેલા તાહિરાએ અમુક વીડિયોઝ શેર કર્યા છે જેમાં તે ખુશ જોવા મળી રહી છે. હવે તાહિરાએ એક નવી તસવીર શેયર કરી સૌને ચોંકાવ્યા છે. જોકે આ તસવીર જોઈને અનેક લોકોએ હિંમતને બિરદાવી છે.
[[{"fid":"199585","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
[[{"fid":"199581","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"199582","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ટી સિરીઝના માલિક ભુષણ કુમાર વિરૂદ્ધ નોંધવામાં આવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ
તાહિરાની આ તસવીર જોઈને સોનાલી બેન્દ્રે અને દીપિકા પાદુકોણે તેને મજબૂત ટેકો આપ્યો છે. નોંધનીય છે કે સોનાલીએ પણ એની કેન્સરની ટ્રીટમેન્ટ વખતે બાલ્ડ લુક અપનાવાનો પસંદ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર બાલ્ડ લુકની પોતાની નવી તસવીર શેર કરતા તાહિરાએ લખ્યું હતું કે,"હલો, આ હું જ છું. જુના લુક્સના કારણે થાકી ગઈ હોવાને કારણે આમ કર્યું. આ એક ખુલીને વિચારવાની તક છે જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. મે ક્યારેય વિચાર્યું નહોતું કે હું બાલ્ડ થઈશ. હું હવે પહેલા કરતા સારું અનુભવી રહી છું."
નોંધનીય છે કે તાહિરાએ પોતાની બીમારી અંગેની જાણકારી સોશ્યિલ મીડિયા થકી આપી હતી. તેને જમણા બ્રેસ્ટમાં કેન્સરના સેલ્સ વધી ગયા છે. તાહિરાએ તે સમયે માસ્કેટોમી કરાવ્યું હતું અને ફરી કામે લાગી ગઈ હતી. તાહિરા એક રાઈટર છે. તાહિરા અને આયુષ્યમાનના લગ્ન 2011માં થયા હતા અને તેમણે પાંચ વર્ષના ડેટિંગ પછી લગ્ન કર્યા હતા. તાહિરા કશ્યપ એક લેખિકા છે અને તેણે આઇ પ્રોમિસ નામનું પુસ્તક પણ લખ્યું છે.