Shocking : બોલિવૂડના આશાસ્પદ યંગ એક્ટરની પત્નીને થયું છે કેન્સર !
પાંચ વર્ષના અફેર પછી બંનેએ 2011માં લગ્ન કર્યા હતા
મુંબઈ : થોડા સમય પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કેન્સર થયું હોવાના સમાચાર આવ્યા હતા અને હવે ખબર પડી છે કે બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા ખાનને પણ કેન્સર છે. જોકે સારી વાત તો એ છે કે કેન્સર હજી શરૂઆતના તબક્કામાં છે. આને સ્ટેજ 0 કેન્સર કહી શકાય છે. આયુષ્યમાનની પત્ની તાહિરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ સમાચાર શેયર કર્યા છે.
તાહિરાએ પોતાની એક તસવીર સાથે લાંબી પોસ્ટમાં કેન્સરના આ સ્ટેજ અને તેની બીમારી વિશે વિગતવાર જાણકારી આપી છે. પોતાની હોસ્પિટલની તસવીર શેયર કરીને કહ્યું છે કે આ તસવીર તમને પરેશાન કરી શકે છે પણ અત્યારની હકીકત આ જ છે. મને રાઇટ બ્રેસ્ટમાં DCIS થયું છે. હવે હું એન્જિલીના જોલીનું હાફ ઇન્ડિયન વર્ઝન બની ગઈ છું.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક..