ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં આવેલી આવેલી સંક્રમણની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સંક્રમણની ચપેટમાં આવતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. ઘણાં લોકો આ સ્થિતિ માટે સરકારને દોષ આપી રહ્યાં છે. અને સતત નકારાત્મકતા ફેલાવી રહ્યાં છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના જેઠાલાલે લોકોને અપીલ કરી છેકે, સરકાર પર દોષ આપવાને બદલે આપણે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે.


Vaccine લગાવ્યા પછી અહીં વૃદ્ધો કરી રહ્યાં છે પાર્ટનરની શોધ! આવી Love એટ ‘સેકન્ડ’ Sight અને Dating ની મૌસમ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીનું કહેવું છેકે, સરકારને દોષ આપીને હવે કંઈ થવાનું નથી. સરકાર પોતાનાથી બનતા પ્રયાસો કરી રહી છે. પણ આપણે સૌએ પણ હવે આ મહામારીમાં કોરોનાના નિયમોનું પાલન કરીને અને એકજૂથ બનીને આ લડાઈ લડવાની છે. સરકાર પોતાની ફરજ બજાવી રહી છે, પણ આપણે પણ પોતાનો નાગરિક ધર્મ નિભાવવાનો છે. તેમણે એમ પણ કહ્યુંકે, કોરોના કોઈની શરમ ભરતો નથી. 


એક ઈન્ટરવ્યૂમાં જેઠાલાલે કહ્યું કે, લોકોનું જીવન ખૂબ મહત્વપૂર્ણ છે અને તેમને વિશ્વાસ છે કે આ બીમારી ખતમ થઈ જશે. 'કોવિડ-19ના નિયમોનું પાલન કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો તેમજ ભીડભાડથી દૂર રહો. માસ્ક પહેરો અને મહામારીના સકંજામાં આવવાથી બચવા માટે દરેક જરૂરી ઉપાય અપનાવો. કારણ વિના ઘરે બહાર નીકળવાનું ટાળો. કારણકે, જાન હૈ તો જહાન હૈ...તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ કહ્યું કે, 'લોકોએ જવાબદારીથી પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. માત્ર સરકારે જ નહીં આપણે પણ આપણી ફરજ નીભાવવી પડશે. બધા સાથે મળીને આ કોરોનાને હરાવીશું. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને ચોક્કસથી કોરોનાની રસી લો. કોરોનાથી બચવું હોય તો રસી લેવી જ જોઈએ.


Photos: ભારતના તે 5 શહેર, જેમના નામ રાક્ષસોના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો રોચક ઈતિહાસ


જેઠાલાલે એમ પણ કહ્યુંકે, 'મને ભગવાન પર ભરોસો છે. આ મહામારીએ ઘણું છીનવી લીધું છે. વિકાસ, ટેકનોલોજી, પૈસા, નામ બધું પડી રહ્યું છે. પરિવાર અને સ્વાસ્થ્ય સિવાય કંઈ મહત્વનું નથી. આ વાત આપણે સમજવી પડશે. કોઈ પણ બાબત નિશ્ચિત નથી, આ પણ એક દિવસ ખતમ થઈ જશે'. ઉલ્લેખનીય છેકે, હાલ કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેથી હાલ ગુજરાતના વાપી નજીકના રિસોર્ટમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ શરુ કરવામાં આવ્યું છે. આખી ટીમ અહીંયા બાયો બબલમાં રહીને શૂટિંગ કરી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં સીરિયલના પ્રોડ્યૂસર આસિત મોદીએ જણાવ્યું હતું કે, બહાર કોઈ પણ આવતું-જતું નથી. જો મુંબઈથી કોઈ આર્ટિસ્ટ કે ટીમનો મેમ્બર આવે છે તો તેને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને આવવાનું રહે છે.


Maldives માં મજા માણતી દેખાઈ Bollywood ની Bikini Beauties, આ રૂપસુંદરીઓના સેક્સી Photos જોશો તો બધું જ ભૂલી જશો


OMG! પોર્નસ્ટાર રહી ચૂકેલી Mia Khalifa એ સોશલ મીડિયા પર લગાવી આગ, એવા ફોટો શેયર કર્યા કે શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube