નવી દિલ્હી: તેલુગુ અભિનેતા જય પ્રકાશ રેડ્ડી (Jaya Prakash Reddy)નું મંગળવાર (08 સપ્ટેમ્બર, 2020)ના કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયુંછે. તેઓ 73 વર્ષના હતા અને તેમણે આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં તેમના નિવાસ સ્થાન પર અંતિમ શ્વાસ લીધો. અભિનેતા સુધીર બાબૂએ તેમના ટ્વિટર પેજ પર શોક સંવદેના વ્યક્ત કરતા આ સામાચારની પુષ્ટિ કરી છે. તેણે જય પ્રકાશ રેડ્ડીની એક તસવીર શેર કરી અને લખ્યું, ભયાનક સમાચાર. RIP. સર #JayaPrakashReddy.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જ્યારે એક-બીજાને જોઇ રડવા લાગ્યા રિયા અને શોવિક, સુશાંતની બહેન પર લગાવ્યો આરોપ


આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂએ પણ જય પ્રકાશ રેડ્ડીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટ કર્યું, તેલુગુ સિનેમા અને થિએટરે જય પ્રકાશ રેડ્ડીના નિધનની સાથે આજ એક રત્ન ગુમાવ્યો છે. દાયકાઓ સુધીના તેમના બહુમુખી પ્રદર્શનથી અમને ઘણી યાદગાર સિનેમેટિક ક્ષણો મળી છે. મારું હૃદય આ દુ:ખની ઘડીમાં તેમના પરિવાર અને મિત્રો સાથે છે. #JayaPrakashReddy'.


આ ફેમસ બોલિવુડ સિંગર જાહેર થઈ કોરોના પોઝિટિવ


જય પ્રકાશ રેડ્ડી કોમિકની સાથે સાથે ખલનાયકની ભૂમિકા નિભાવવા માટે જાણીતા હતા. તેમણે 1988માં ફિલ્મ બ્રહ્માપુત્રમાં મુખ્ય ભૂમિકા વેન્કેટેશ ભમિનીત ફિલ્મથી તેમના કરીયરની શરૂઆત કરી હતી.


સુશાંતનું અધુરુ સપનું પુર્ણ કરવા માટે અંકિતા સામે આવી, કરી રહી છે આ મોટુ કામ


જય પ્રકાશ રેડ્ડી છેલ્લી વખત 2000માં રિલીઝ થયેલી ફિલ્મ સરિલરૂ નીકેવરુમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં મહેશ બાબુએ રશ્મિકા મંદાના અને વિજયશાંતિની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર