મુંબઈ: રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન અને અન્ય ચાર મોટા નામનો ખુલાસો થતા જ બોલિવૂડમાં જાણે હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ NCB આ પાંચ લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સારા અલી ખાન ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલિવૂડ પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યર, દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડા, ડિઝાઈનર સીમોન ખંભાતાના નામ આ યાદીમાં સામે આવ્યાં છે. જેમાં સારાનું નામ સૌથી ચોંકાવનારું છે. સારા અને સુશાંતે કેદારનાથ ફિલ્મમાં સાથે  કામ કર્યું હતું અને તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું પણ કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાનો ધડાકો, બોલિવૂડના 80 ટકા સ્ટાર્સ લે છે ડ્રગ્સ!
સૂત્રોના જણાવ્યાં મુજબ રિયાએ NCBને એવું પણ કહ્યું છે કે બોલિવૂડના 80 ટકા સ્ટાર્સ ડ્રગ્સ લે છે. તેના નિવેદન બાદ હવે કરણ જોહરે 2019માં પોસ્ટ કરેલા વીડિયો અંગે પણ હવે એજન્સી તપાસ કરશે. આ વીડિયોમાં અનેક ખ્યાતનામ કલાકારો જેમ કે વિકી કૌશલ, દીપિકા પાદૂકોણ, રણબીર કપૂર, શાહિદ કપૂર, મલાઈકા અરોરા ખાન, અર્જૂન કપૂર, વરુણ ધવન વગેરે જોવા મળ્યા હતાં અને તે એક રેવ પાર્ટી હોવાનો દાવો થયો હતો. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube