ઘરેથી કાઢ્યો, લોકોએ મ્હેણાં-ટોણાં માર્યા અને આજે સોશિયલ મીડિયા પર છવાયો સ્કર્ટ પહેરતો યુવક...
The guy in a skirt : મુંબઈની લોકલ ટ્રેનમાં સ્કર્ટ પહેરીને રેમ્પ વોક કરતા યુવકનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે... આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે, તેની પાછળની હકીકત જાણીને તમે રડી પડશો
shivam bharadwaj guy in skirt : શિવમ ભારદ્વાજ... ધ ગાય ઇન અ સ્કર્ટના નામથી આજે ઓળખાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ યુવક છવાયો છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પોસ્ટ શેર કરતો હોય છે. ક્યારેક મુંબઇની લોકલ ટ્રેન હોય કે, પછી કોઇ સેલિબ્રિટી...
શિવમ મૂળરૂપથી યૂપીના મેરઠનો છે. જે થોડા વર્ષો પહેલા જ મુંબઇ આવ્યો હતો. તેને બાળપણથી ફેશનનો શોખ હતો અને ચોરીછુપીથી ફોટો ક્લિક કરતો હતો.
રંગીન ગુજરાતીઓની પહેલી પસંદ છે થાઈલેન્ડનો આ બીચ, રોમેન્ટિક પાર્ટનર હોય તો મજા પડે
તેમના પિતાને આ પસંદ ન હતું એટલા માટે તેણે અભ્યાસમાં ધ્યાન આપી બીબીએ કમ્પ્લેટ કર્યું પછી સીએનો અભ્યાસ શરૂ કર્યો. પણ ભણવામાં મન લાગતું ન હોવાથી તેણે અભ્યાસ છોડી દીધો હતો.
અભ્યાસ છોડવાથી શિવમના પિતાને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે ખિસ્સામાં 70 રૂપિયા હતા અને ઉમર ફક્ત 19 વર્ષની. ત્યારબાદ એક કોલ સેન્ટરમાં કામ કરીને મોબાઇલ લીધો અને ફેશન કન્ટેન્ટ ક્રિએટર બની ગયો. તેને પોતાનું કામ ખૂબ પસંદ છે અને શૂટિંગ માટે તે લોકલ ટ્રેનમાં સફર કરે છે. જો કે, તેના સમાજે ક્યારેય તેને અપાનવ્યો ન હતો. ઘણી વખત સ્યૂસાઇડની પણ કોશિશ કરી પરંતુ આજે ખૂબ જ ખુશ છે.
કોરોના છોડો, હાર્ટએટેકથી ડરો ; દમણના હોટેલિયરને મોપેડ પર બેઠા બેઠા એટેક આવ્યો, CCTV